અમરેલી ગુજરાત

બાબરા માર્કેટિંગ યાર્ડ ચૂંટણીઃ સત્તાધારી પેનલનો વિજય

અમરેલી જિલ્લામા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી બાદ પ્રથમ બાબરા માર્કેટીંગ યાર્ડ ની ચૂંટણી ગઈ કાલે યોજાય હતી જેમા ૧૦ બેઠક પર મતદાન કરાયુ હતુ. ૯૮.૫૮ટકા મતદાન સાંજ સુધી મા થયુ હતુ. આજે બાબરા માર્કેટીંગ યાર્ડમા પરિણામ જાહેર થતા વર્તમાન બાબરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડની પેનલનો વિજય થયો હતો. ૧૬ બેઠકમાંની ખેડૂત વિભાગ ની ૧૦ બેઠક પર ભવ્ય વિજય થયો આ ઉપરાંત અગાઉ ૬ બેઠક ખરીદ સંઘ ની બિન હરીફ થઈ હતી.

આ પરિણામમા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા ની પણ જીત થઈ છે. આ પરિણામ જાહેર થતા સ્થાનિકો દ્વારા ફુલહાર સાથે સન્માન કરી આવકારી ખુશી વ્યક્ત કરી સાથે સાથે આ માર્કેટીંગ યાર્ડ મા બિનરાજકીય રીતે ચૂંટણી યોજાય હતી. કોઈ રાજકીય પાર્ટીની આગેવાનીને દૂર રાખી સહકારી યાર્ડ પર ચૂંટણી યોજાય હતી.

તમામ રાજકીય પક્ષના લોકો સાથે રહી ચૂંટણી લડયાભાજપ કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકરો અગ્રણી ઓ સાથે મળી ઉભા રહ્યા હતા પરંતુ પોતાના પક્ષ ને દૂર રાખી આ ચૂંટણી માં ઉભા રહ્યા હતા. મોટાભાગે રાજકીય પક્ષ ચૂંટણી સમયે મેદાનમા આવતા હોય છે, પરંતુ અહીં કોઈ હોદેદારો આ ચૂંટણી માં જાેવા મળ્યા નહિ જેથી બિનરાજકીય રીતે યાર્ડ ની ચૂંટણી યોજાય.

Follow Me:

Related Posts