ગુજરાત

મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું, ૩ લોકોની ધરપકડ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરનારને ઝડપી પડ્યા છે. એસએમસીની ટીમને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા શોભાસણ બ્રિજ પાસેથી ડ્રગ્સ ઝડપી પડયું હતું.
સ્ટેટ મોનિટરિંગની ટીમને મહેસાણાના શોભાસણ બ્રિજ પાસેથી ૩ લોકો જે શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને આ ૩ લોકો પાસેથી કુલ ૯ લાખ ૮૦ હજારની કિમતનો ૯૮ ગ્રામ દ્બઙ્ઘ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ૩ આરોપીઓ પાસેથી ૯ લાખ ૮૦ હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts