બાલાજી કુરિયરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયોઃ ત્રણ લવરમૂછીયા ઝડપાયા
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૫ મેના રોજ બાલાજી કુરિયર નામની ઓફિસમાં લૂંટનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. જે લૂંટની ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને ૧૭,૯૪,૦૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ માત્ર પંદર દિવસના જ સમયગાળા દરમિયાન ૧૦ જેટલી લૂંટ તેમજ લૂંટના પ્રયાસને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે.
સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સની અંદર જણાવવામાં આવ્યું હતું કે ગત પાંચમી મેના રોજ પીડીએમ કોલેજથી આગળ વંદના ટ્રેક્ટર શોરૂમની બાજુમાં આવેલા બાલાજી કુરિયર નામની ઓફિસમાં સાંજના સાત વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઇસમો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ પોતાને ભાવનગર કુરિયર મોકલવું છે તે બાબતે વાતચીત કરી હતી. થોડીવાર બાદ પાર્સલ મોકલ્યું હતું તે કેન્સલ થયેલ છે હવે પછી મોકલાવી શું તેમ કહી વાતચીત કરી હતી. દરમિયાન ત્રીજા વ્યક્તિએ અંદર આવી ઓફિસનું શટર બંધ કરી દીધું હતું. ત્યારબાદ બે જેટલા વ્યક્તિઓ દ્વારા છરી બતાવી ધાક ધમકી આપવામાં આવી હતી. જ્યારે કે ત્રીજા વ્યક્તિ દ્વારા ફરિયાદીના ખિસ્સામાંથી પાકીટ કાઢી તેમાં રહેલ રોકડા તેમજ ઓફિસમાં રહેલ રોકડની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ફરિયાદીને ખુરશીમાં દોરી વડે બાંધીને આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.
પોલીસે ઝડપી પાડેલા આરોપીઓએ કેટલાક મહત્વના ખુલાસાઓ કર્યા છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આરોપીઓ લૂંટ કરવા માટે હંમેશા મધ્યાહન કે સાંજનો સમય જ પસંદ કરતા હતા. જેથી આ સમય દરમ્યાન કાઉન્ટર ઉપર માત્ર એક જ વ્યક્તિ હોય તેવી દુકાને જ તેઓ પસંદ કરતા હતા. જેથી આરોપીઓ સામેવાળી વ્યક્તિને સરળતાથી દબાવી શકે. આરોપીઓ લૂંટ કરવા જતાં પહેલા રોડ ઉપરની દુકાનોમાં રેકી કરતા. તેમજ અંદર જાેતા હતા કે અંદર કેટલાક વ્યક્તિઓ બેઠા છે, કેટલા ગ્રાહકો છે. દુકાનમાં લૂંટ કરતાં સમયે કોઈ જાેખમ છે કે નહીં.
આરોપીઓ લૂંટ કરવામાં હંમેશા રેડીમેડ કાપડની દુકાનને વધારે અગ્રીમતા આપતા હોવાનું તેઓએ જણાવ્યું છે. જે પાછળનું કારણ જણાવતાં તેઓએ જણાવ્યું હતું કે રેડીમેડ કાપડની દુકાનોમાં બાર્ગેનિંગ કરવાનો વધારે સમય મળતો. ટ્રાયલ રૂમની વધારવાની સુવિધા મળતી. આરોપીઓ લૂંટ કરતા પહેલા સામેની વ્યક્તિને ખુરશી પર બેસાડી દોરી વડે બાંધી અને ટ્રાયલ રૂમમાં પૂરીને જતા રહેતા હતા.
Recent Comments