fbpx
ગુજરાત

બાળકીને શ્વાસોચ્છવાસમાં તકલીફ પડતાં તબીબોએ જીવ બચાવ્યો

આજકાલ માતા-પિતા બાળકો પાસે સમય વિતાવતા નથી અને મોબાઈલ પર લાગ્યા હોય છે બાળકો સાવ એકલું અનુભવી રહ્યા છે ત્યારે બાળકો શું કરે છે તેનું ધ્યાન નથી રાખતા હાલમાં જ રાજકોટની હોટલમાં ર વર્ષની બાળકી બીજા માળેથી નીચે પટકાઈ હતી આવા અનેક કિસ્સાઓ બન્યા છે ત્યારે વલસાડના પાલઘરમાં રહેતા પરિવારની ૩ વર્ષીય બાળકી ગતરોજ રમકડા સાથે રમતી હતી. તે દરમિયાન રમકડાના બોક્સમાંથી ૩ બટન સેલ, વાયર, બલ્બ તેમજ બેટરી અને બેટરીનું પ્લાસ્ટિકનું કવર ગળી ગઈ હતી. જેથી તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. પરિવારજનો બાળકીને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ આવ્યાં હતા. તે સમયે બાળકીને શ્વાસોચ્છવાસમાં ખુબ જ તકલીફ પડી રહી હતી. સ્થિતિની ગંભીરતાને પારખીને હોસ્પિટલની સુપરિન્ટેન્ડન્ટ ડૉ ભાવેશ ગોયાણી તેમજ ડીન ડૉ. કમલેશ શાહના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના ઈ.એન.ટી વિભાગના ડૉ નિખીલ પટેલ સહિતનાઓએ તાત્કાલીક ઓપરેશન થિયેટરમાં લઈ જઈને બેભાન કર્યા બાદ ગળામાં ટ્યૂબ નાખી ટેલિસ્કોપની મદદથી તમામ ચીજવસ્તુઓ સહીસલામત રીતે એક પછી એક બહાર કાઢી લીધી હતી.

તબીબોની ટીમ સમયસર કાળજીપુર્વક ઓપરેશન કરીને બાળકીનો જીવ બચાવી લીધો હતો. જેથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. તબીબોના જણાવ્યાંનુસાર બાળકીના ગળામાં અન્નનળીના ભાગે કેટલી અને કઈ વસ્તુઓ ફસાયેલી છે તે માટે અક્ષ-રે પાડતા વાયર અને બેટરી નજરે પડી હતી. ટેલિસ્કોપની મદદથી જેમ-જેમ વસ્તુ બહાર કાઢતા ગયા તેમ-તેમ બીજી ચીજવસ્તુઓ નજરે પડતી હતી. આ ચીજવસ્તુઓને કારણે બાળકીના ગળામાં ક્યાંક-ક્યાક ચીરા પડ્યા હતા. જેથી તેણીને હાલ મોંથી નળી દ્વારા માત્ર પ્રવાહી પર્દાર્થો આપવામાં આવી રહ્યા છે. બાળકીની સ્થિતિ હાલ સ્થિર છે તેણીને ૩ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Follow Me:

Related Posts