બાવળા નજીક ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
રાજ્યમાં કોરોના મહામારીને પગલે છેલ્લા ડોઢ વર્ષથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ, ઈન્જેક્શન સહિતની અછતના કારણે દર્દીઓ કલાકો સુધી લાઈનોમાં પણ ઉભા ઉભા રહેવું પડ્યું હતું. ત્યારે બાવળા નજીકના ગામમાં દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી સારવારના બહાને પ્રેક્ટિસ કરતો વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે.
વિગતો મુજબ, બાવળો પોલીસ સ્ટેશન હેઠળના કેશરડી ગામમાં ડિગ્રી વગર ગેરકાયદેસર દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જીની શાખાએ ઝડપી લીધો છે. પોલીસને બાતમી મળી હતી કે કેશરડી ગામમાં પોતાની માલિકીની જગ્યામાં બળદેવ દેસાઈ નામનો વ્યક્તિ ગેરકાયદેસર શુભમ ક્લિનિક નામનું દવાખાનું રાખી એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથીક દવાઓ દર્દીઓને આપે છે. જેના આધારે એસ.ઓ.જીની ટીમે તપાસ કરી હતી.
પોલીસને બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો તથા મેડિકલ સાધનો મળી કુલ ૧૯,૧૨૯ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરીને તેની વિરુદ્ધ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધ્યો છે.
Recent Comments