fbpx
રાષ્ટ્રીય

બિલકિસ બાનો કેસમાં ૧૧ દોષિતોને મુક્ત કરવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ

બિલકિસ બાનો કેસમાં ૧૧ દોષિતોને મુક્ત કરવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ૧૮ એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. સોમવારે (૨૭ માર્ચ), જીઝ્રએ પીડિતાની અરજી પર ગુજરાત સરકાર અને દોષિતો પાસેથી જવાબ માંગ્યો હતો. દોષિતોના વકીલે સુભાષિની અલી અને મહુઆ મોઇત્રાની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે બહારના લોકોને હસ્તક્ષેપ કરવાની મંજૂરી ન આપવી જાેઈએ. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ૧૮મી એપ્રિલે દોષિતોની સજા માફી અંગેની ફાઇલ સાથે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.

વર્ષ ૨૦૦૨માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બાને આગ ચાંપવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર થયો હતો. તેમજ તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ કોર્ટે ૧૧ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારથી તમામ ૧૧ દોષિતો ગોધરા જેલમાં બંધ હતા અને તે તમામને ગયા વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી.. તે જાણો.. જસ્ટિસ કે. એમ. જાેસેફ અને જસ્ટિસ બી. આ મામલાની સુનાવણી ૧૮ એપ્રિલે નક્કી કરતાં કહ્યું કે તેમાં ઘણા મુદ્દા સામેલ છે અને આ મામલાની વિગતવાર સુનાવણી કરવાની જરૂર છે.

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ મામલામાં ભાવનાઓ સાથે સુનાવણી કરવાને બદલે તે કાયદાના વિવિધ પાસાઓ પર વિચાર કરશે. તમને જણાવી દઈએ કે ૪ જાન્યુઆરીએ આ મામલો જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ સમક્ષ આવ્યો હતો, પરંતુ જસ્ટિસ ત્રિવેદીએ કોઈ કારણ આપ્યા વિના આ કેસની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા હતા. બિલ્કિસ બાનોએ તેમની પેન્ડિંગ રિટ પિટિશનમાં કહ્યું છે કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાને સંપૂર્ણપણે અવગણીને આદેશ પસાર કર્યો છે.

Follow Me:

Related Posts