fbpx
સૌરાષ્ટ - કચ્છ

બીએસસી અને નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદે આવી જુનાગઢ પોલીસ

વાવાઝોડાના કારણે આર્થિક રીતે નુકશાન જતા ફી ભરી ન શકનાર વિદ્યાર્થીની મદદે જુનાગઢ પોલીસ આવી હતી પોલીસની ભલામણ બાદ શૈક્ષણિક સંસ્થાએ ૭૦ ટકા ફી માફ કરવા સાથે બાકીની ફી પણ જ્યારે થાય ત્યારે આપવાનું જણાવતાં વિદ્યાર્થીનો ઉચ્ચ અભ્યાસનો માર્ગ ખુલ્લો થયો હતો આ અંગે મળતી વિગત મુજબ ઉના વિસ્તારમાં રહેતો અને જુનાગઢ જીલ્લાની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પ્રદિપસિંહ જાડેજા ને મળી પોતાની વ્યથા વર્ણવી હતી વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પોતે બીએસસી નર્સિંગ નો અભ્યાસ કરે છે પિતાને ઉનાળામાં કેરીનો બગીચાની સારી આવક હોય સ્કૂલની ફી ભરી દીધી હતી પરંતુ વાવાઝોડાના કારણે આંબાના બગીચામાં નુકસાન થતા આર્થિક સ્થિતિ ડામાડોળ બની ગઈ હતી ત્યારે પરિવારનો ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું હોય હોસ્ટેલ ફી ભરવાની સ્થિતિ રહી ન હતી બાદમાં શાળાની નજીક તેના કરતો હતો પરંતુ તેમાં પણ પૂરતો સમય મળતો ન હતો જેથી મદદ કરવા રજૂઆત કરી હતી જેથી ડીવાયએસપી જાડેજા એ શાળા સંચાલક ને મળી રજૂઆત કરતાં સંચાલકે ૬૫થી ૭૦ ટકા ફી માફ કરી દીધી અને એટલું જ નહીં બાકી ની ફી પણ જ્યારે થાય ત્યારે ભરવા જણાવ્યું આમ પોલીસની મદદ ના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ નો માર્ગ મોકળો બન્યો હોય તે યુવકે પોલીસનો આભાર માન્યો હતો

Follow Me:

Related Posts