બીજેપી સાંસદે ટેક્નોલોજી મંત્રીને કોંગ્રેસના સાંસદ સાથે જાેડાયેલા કૌભાંડ મામલે સવાલો પૂછ્યા
અશ્વિની વૈષ્ણવે નિશિકાંત દુબેના સવાલોને ગંભીર ગણાવ્યા, બીજેપી સાંસદે કહ્યું,’આ દેશની સુરક્ષાનો મામલો છે’
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સાથે જાેડાયેલા રોકડ કૌભાંડ મામલે અનેક સવાલો પૂછ્યા હતા. બીજેપી સાંસદના પત્રનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, તમારા પત્રમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો ખરેખર ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે લોકસભાની એથિક્સ કમિટી આ મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે નિશિકાંત દુબેએ પત્ર સદનના સભ્યો માટે બનાવવામાં આવેલી વેબસાઈટ પર ટીએમસી સાંસદ મહુલા મોઈત્રાના લોગ-ઈન ઓળખપત્ર અને આઈપી તપાસવાની વિનંતી કરી છે.. બીજેપી સાંસદ નિશિકાંત દુબેના પત્રનો જવાબ આપતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દ્ગૈંઝ્ર આ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે. લોકસભા સચિવાલય દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવશે,
તેનો તરત જ જવાબ આપવામાં આવશે. આ પછી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ઠ (અગાઉ ટિ્વટર) પર લખ્યું, એક સાંસદ દ્વારા દેશની સુરક્ષા જાેખમમાં મુકાઈ છે. રાવણના દહન અને કલશ અને દુર્ગા માતાના વિસર્જન પછી ધાર્મિક યુદ્ધ શરૂ થયું. આ ગુણદોષનો મુદ્દો નથી, આ દેશની સુરક્ષાનો મુદ્દો છે.. ્સ્ઝ્ર સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લેવાનો અને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. આ મામલે હવે લોકસભાની એથિક્સ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહુઆ મોઇત્રા આ મામલામાં આરોપોને સતત નકારી રહી છે. જાેકે, હિરાનંદાનીનો એક કબૂલાત બહાર આવ્યો હતો, જેમાં તેણે કબૂલ્યું હતું કે મહુઆ પર લાગેલા આરોપો એકદમ સાચા છે.
Recent Comments