બેંગલુરુમાં એક ખૂબ જ હેરાન કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ક્લાસ ટેસ્ટમાં ચોરી કરતા પકડાયેલા ૧૬ વર્ષના સ્કુલના વિદ્યાર્થીએ મંગળવારે કથિત રીતે ૧૪માં માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થીની ઓળખ મોઈન ખાન તરીકે થઈ છે. જે હેગડેનગર પબ્લિક સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. મોઈનના માતા-પિતાએ તેમના દિકરાની આત્મહત્યા માટે સ્કુલના અધિકારીઓ પર ઉત્પીડન અને બેદરકારીઓનો આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ક્લાસ ટેસ્ટમાં ચીટિંગ કરતા પકડાયેલા મોઈનને ટીચરે કલાસની બહાર બેસવા માટે કહ્યું હતું. જાેકે થોડીવાર પછી તે કથિત રીતે ગાર્ડ્સને ખબર ન પડે એ રીતે સ્કુલમાંથી બહાર નીકળી ગયા હતા.
મોઈન તે પછી પોતાના દોસ્તના ઘરની પાસે થાનિસંદ્રા મેન રોડ પર બાલાજી લેઆઉટમાં સ્થિત એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્સ આરઆર સિગ્નેચરમાં જતો રહ્યો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે તેણે પોતાના દોસ્તની સાથે જવા દરમિયાન આ પરિસરને જાેયું હતું. તે એ ૧૪માં માળની છત પર ચઢી ગયો અને નીચે કૂદવા માટે બિલકુલ ધારે ઉભો રહ્યો હતો. એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકોએ તેને જાેયો તો તેને નીચે ઉતારવા કહ્યું હતું. તેમાંથી એક મોઈનને બચાવવા માટે છત તરફ ભાગ્યો હતો, જાેકે ત્યાં સુધીમાં તો છોકરાએ કૂદકો મારી દીધો હતો.
Recent Comments