સુરતમાં પકડાયેલા રૂ. ૧૨૦૦ કરોડના જીએસટી બોગસ બિલિંગ કૌભાંડની તપાસના રેલા જીએસટી સેન્ટ્રલ અને સ્ટેટના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. કૌભાંડમાં પકડાયેલા તમામ નંબરો સ્ટેટ જીએસટી દ્વારા આપવામાં આવ્યા છે. તમામ પુરાવા બોગસ હોવા છતાં અધિકારીઓએ સ્થળ તપાસ દરમિયાન પુરાવાની તપાસ કરીને નંબર આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ અધિકારીઓને બચાવવા માટે અમદાવાદથી એક આખી લોબી કામે લાગી ગઇ છે. તાજેતરમાં સુરત ખાતે બોગસ બિલિંગના રૂ.૧૨૦૦ કરોડના કૌભાંડની તપાસ મૂળ સુધી થઈ રહી છે.
આ કૌભાંડમાં અધિકારીઓની ભૂમિકા સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર આ કૌભાંડનું એપી સેન્ટર છે. અહીં કૌભાંડી સાથે મળીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરોડોના બોગસ બિલ બનાવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે. ચોક બજારના વોન્ટેડ સુફિયાન સાથે ઉચ્ચ અધિકારીઓનો ઘરોબો છે. અધિકારીઓની પણ પૂછપરછ થાય તેવાં ચક્રો ગતિમાન થયાં છે. બોગસ બિલિંગની તપાસ પ્રથમ વખત જીએસટી ડિપાર્ટમેન્ટ બહારની એજન્સી કરી રહી હોવાથી મોટા માથાઓના નામ બહાર આવે તેવી શકયતા રહેલી છે.


















Recent Comments