બોટાદ શહેરના રાજમાર્ગો પર ૭૫ ફૂટનો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જાેડાયા હતા. તેમણે અલગ વેશભૂષા સાથે તિરંગા યાત્રાની શોભા વધારી હતી, તો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના જાેવા મળી હતી. બોટાદ આદર્શ શેક્ષણિક સંકુલ દ્વારા ૭૫મા આઝાદી અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ શહેરના રાજમાર્ગો પર ૧૫૦૦ વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ અંતર્ગત વેશભૂષા તૈયાર કરવામાં આવી હતી, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદર્શ શેક્ષણિક સંકુલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત ૭૫ ફૂટનો તિરંગો તૈયાર કરવામાં આવ્યો હતો. આજની આ તિરંગા યાત્રામાં ૭૫ ફૂટનો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તો આ તિરંગા યાત્રામાં જાેડાયેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં રાષ્ટ્ર ભાવના જાેવા મળી હતી. તો રાજમાર્ગ પર નીકળેલી આ તિરંગા યાત્રા જાેવા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
Recent Comments