fbpx
ગુજરાત

બોરીયાવીની સંતરામ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીને ૬ ડિપોઝીટરના સાડા તેર લાખ રૂપિયા ચૂકવવા આદેશ

આણંદના બોરીયાવીમાં આવેલી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટીએ બાંધી મુદ્દતની થાપણ અને તેના વ્યાજની રકમ પાકતી મુદ્દતે પરત કરી નહતી. આથી બોરીયાવીના છ ડિપોઝીટધારકોએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, આણંદમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ બાબતો, દસ્તાવેજાે, પુરાવા વગેરે ધ્યાને લઇને ફરિયાદીઓની કુલ રૂ.૧૩,૫૨,૧૨૧ અને ફરિયાદ સહિતનો ખર્ચ કો.ઓ.ક્રેડિટ સોસાયટીને હુકમ કર્યો હતો.આણંદ તાલુકાના બોરીયાવીમાં આવેલા શ્રી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટી બેકીંગને લગતું કામકાજ કરે છે. આ ક્રેડિટ સોસાયટીમાં બોરીયાવીના દીપેનભાઇ નરેશભાઇ પટેલ અને નરેશભાઇ વિક્રમભાઇ પટેલે તા.૪ માર્ચ,૨૦૧૮ના રોજ એક વર્ષ માટે રૂ.૨,૯૬,૬૮૩ મૂકયા હતા.

જેના પાકતી મુદ્દતે ૩,૨૨,૩૯૨ મળનાર હતા. જયારે જીતેનભાઇ નરેશભાઇ પટેલ અને નરેશભાઇ ત્રિકમભાઇ પટેલે તા. ૪ માર્ચ,૨૦૧૮ના રોજ એક વર્ષ માટે રૂ.૨,૯૬,૬૮૩ રોકાણ કર્યા હતા. જે પાકતી મુદ્દતે રૂ.૩,૨૨,૩૯૬ મળનાર હતા. આ ઉપરાંત નરેશભાઇ ત્રિકમભાઇ પટેલ અને હર્ષિકાબેન નરેશભાઇ પટેલે ૨૦૧૭ અને ૨૦૧૮માં મળીને કુલ રૂ.૬,૫૦,૯૧૩ એક વર્ષની મુદ્દતમાં રોકાણ કર્યા હતા. જેની પાકતી મુદ્દતે રૂ.૭,૦૭,૩૨૯ મળનાર હતા. જાે કે, રોકાણકારોને પાકતી મુદતે નાણાં પરત આપવાના બદલે કો.ઓ.સોસાયટી દ્વારા સોસાયટીની આર્થિક સ્થિતિ સારી નથી, નાણાંની રીકવરી થતી નહોવાનું જણાવીને નાણાં પરત અપાયા નહતા. બાદમાં લોકડાઉન આવતા તેનું બહાનું ધરીને નાણાં પરત અપાયા નહતા. ખેતી કરીને જીવન ગુજારતા રોકાણકારો પોતાની રોકેલી મૂડી પરત ન મળતા પરેશાનીમાં મૂકાયા હતા. આથી તેઓએ ગ્રાહક કોર્ટ, આણંદમાં ફરિયાદ કરી હતી.

આ કેસમાં કોર્ટે ફરિયાદીએ કરેલ ડિપોઝીટ અંગેના પુરાવા સહિતની બાબતો ધ્યાને લઇને હુકમ કર્યો હતો. જેમાં નરેશભાઇ અને હર્ષિકાબેન પટેલને રૂા. ૭,૦૭,૩૨૯ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસના ૩ હજાર, ફરિયાદ ખર્ચના રૂ?.૨ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. જયારે જીતેનભાઇ અને નરેશભાઇ પટેલને રૂા.૩,૨૨,૩૯૬ વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ સહિત તેમજ માનસિક ત્રાસના રૂા.૩ હજાર, ફરિયાદ ખર્ચના રૂ?.૨ હજાર તથા દીપેનભાઇ અને નરેશભાઇ પટેલને રૂા.૩,૨૨,૩૯૬ વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ સહિત તથા માનસિક ત્રાસના રૂા.૩હજાર અને ફરિયાદ ખર્ચના રૂ?.૨હજાર પણ ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો હતો.

Follow Me:

Related Posts