fbpx
બોલિવૂડ

બોલિવૂડના સદાબહાર જાની રાજકુમાર સાહેબના જન્મદિવસ પર જાણો રસપ્રદ વાતો

બોલિવૂડના સદાબહાર જાની…એટલે કે રાજકુમાર સાહેબને કોણ ભૂલી શકે. તેમની એક્ટિંગ, એટીટ્યૂડ, ડાયલોગ ડિલીવરીને ટક્કર આજે પણ કોઈ આપી શકતું નથી. રાજકુમારની બર્થ એનિવર્સરી પર આ એક્ટરની ફિલ્મ ‘તિરંગા’ લોકોના દિલોદિમાગમાં છવાયેલી છે. રાજકુમારને પોતાના ડાયલોગના કારણે પ્રેમથી જાની કહેવાય છે. તેમના દરેક ડાયલોગમાં જાની શબ્દ તો હોય જ! ફિલ્મોની સાથે સાથે અસલી જિંદગીમાં પણ એક્ટરનો સ્વૈગ અલગ જ હતો. કહેવાય છે કે, એક્ટર દરેક ફિલ્મની સાથે એક લાખ રૂપિયા ફી વધારી દેતા હતા. ફિલ્મ ફ્લોપ જાય કે હીટ…એક્ટર દરેક ફિલ્મની સાથે એક લાખ રૂપિયા ફી વધારી દેતા હતા. તો આવો આજે તેમની જિંદગી સાથે જાેડાયેલા અમુક અજાણ્યા કિસ્સાઓને યાદ કરીએ.

રાજકુમાર અને સલમાન ખાનનો ડખ્ખો બહું ચર્ચામાં આવ્યો હતો. જ્યારે સલમાન ખાને એક હીટ ફિલ્મ આપી અને રાજકુમાર સાથે ડખો કરી બેઠો હતો. કહેવાય છે કે, મૈંને પ્યાર કિયાની સક્સેસ બાદ પાર્ટી રાખી હતી અને આ સલમાન ખાનની પ્રથમ ફિલ્મ હતી. સક્સેસ પાર્ટીમાં સૂરજ બડજાત્યા, તેમની ફેમિલી અને રાજકુમાર સહિત કેટલાય સ્ટાર આવ્યા હતા. તે સમયે સલમાન ખાનનો એટીટ્યૂટ સાતમા આસમાને હતો. કહેવાય છે કે, સલમાન નશાની હાલતમાં પાર્ટીમાં પહોંચ્યો હતો. જ્યારે સૂરજ બડજાત્યા સલમાનને બધાને મુલાકાત કરાવી રહ્યા હતા, ત્યારે નશાની હાલતમાં સલમાન ખાને રાજકુમારને પૂછી લીધું કે આપ કોણ ?

આ સવાલ જાનીને સારો ન લાગ્યો અને રાજકુમારે સલમાનને કહ્યું કે, “બરખુરદાર! આ વાત તારા બાપ સલીમ ખાનને જઈને પુછજે કે હું કોણ છું ? ” આવો જવાબ સાંભળી સલમાન ખાનને આંચકો લાગ્યો અને તે ત્યાંથી નિકળી ગયો. એક્ટર રાજકુમારનું નિધન ૩ જૂલાઈ ૧૯૯૬માં થયું હતું. રાજકુમાર ક્યારેય એક્ટર બનવા નહોતા માગતા. તેઓ મુંબઈના થાણેમાં સબ ઈંસ્પેક્ટર હતા. જ્યારે પહેલી વાર નિર્માતા બલદેવ દુબેએ તેમને જાેયા તો, પોતાની ફિલ્મ તેમને ઓફર કરી. જે બાદ તેમણે ફિલ્મી દુનિયામાં પગ મુક્યો અને ઓન સ્પોટ સુપરહીટ ફિલ્મ આપી.

Follow Me:

Related Posts