બોલિવૂડની પહેલી ‘આઈટમ ગર્લ’ કહેવાતી હેલનના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો
હિન્દી સિનેમામાં હેલને પોતાની એક્ટિંગથી વધારે ડાન્સ મૂવ્સથી લોકોના દિલો પર રાજ કર્યુ છે. જાેકે, તે સમયમાં ડાન્સને ખરાબ માનવામાં આવતુ હતું. બોલિવૂડની પહેલી ‘આઈટમ ગર્લ’ કહેવાતી હેલનને ઈન્ડસ્ટ્રીની સાથે-સાથે દર્શકોએ પણ એટલો પ્રેમ આપ્યો છે. ત્રણ કલાકની ફિલ્મમાં જ્યારે ફક્ત અમુક મિનીટો માટે હેલન સ્ક્રીન પર આવતી હતી તો થિયેટરોનો નજારો જાેવા જેવો થતો. આજે એક્ટ્રેસ પોતોનો ૮૪મો જન્મ દિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ હેલનની જીંદગીના અમુક એવા રાઝ જેને કદાચ જ કોઈ જાણતું હશે. હેલનના દીવાના તો કરોડો લોકો છે. પણ એક સમય એવો હતો, કે જે પણ ફિલ્મમાં હેલનનું આઈટમ સોન્ગ હોતું, તો લોકો ફક્ત અમુક મિનીટનો ડાન્સ જાેવા માટે થિયેટર સુધી પહોંચતા હતાં.
નવાઈની વાત તો એ હતું કે ડાન્સ શરુ થતાની સાથે જ પુરા થિયેટરમાં સિક્કાઓનો જાણે વરસાદ થઈ જતો હતો અને સતત ત્યાં સુધી થતો જ્યાં સુધી ડાન્સ પૂરો ના થઈ જતો. એટલું જ નહીં હેલને લોકોને ત્યાં સુધી ઈમ્પ્રેસ કરી દીધા કે તેણીના કારણે લોકો પોતાની દીકરીઓને ડાન્સ શીખવાડવા લાગ્યા. હેલનના ડાન્સમાં જે સ્પાર્ક હતો, તે જ લોકોને તેણીની તરફ આકર્ષિત કરતો હતો. વર્ષ ૧૯૩૮માં રંગૂનમાં જન્મેલી હેલનનું અસલી નામ હેલન એન રિચર્ડ્સન છે. પરંતુ, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે હેલને પોતાના જીવનમાં કેટલા અસહનીય દુઃખોનો સામનો કર્યો છે.
પરંતુ તેણી લડી અને એક સ્ટારના રુપે ઉભરીને આવી. હેલનના પિતાનું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન દેહાંત થયુ હતું. તેના કારણે ઘરની તમામ જવાબદારી હેલનના ખભા પર આવી ગઈ હતી. માં અને ઘરની આવી સ્થિતી જાેઈને માસૂમ હેલને પોતાનો અભ્યાસ છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધવાનું શરુ કરી દીધુ. ઘણા વર્ષો સુધી તેણી સ્ટુડિયોના ચક્કર લગાવી રહી હતી. આખરે તેણીની કિસ્મત પલટી અને તેણીને ફિલ્મ હાવડા બ્રિજ પર મળવાનો મોકો મળ્યો. તે દરમિયાન તેણીની ઉંમર ફક્ત ૧૯ વર્ષ હતી. ફિલ્મમાં હેલનને એક આઈટમ સોન્ગ કરવા મળ્યુ હતું, આ ગીત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયુ અને હેલન રાતોરાત સ્ટાર બની ગઈ. જાેતજાેતામાં તેણી તે સમયની પહેલી આઈટમ ગર્લ બની ગઈ હતી.
Recent Comments