બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ‘આપ’માં જાેડાશે?
દિલ્હીના મુખ્યમંત્રી સાથેની બેઠક પછી તેની ઓફિસ અને ઘરમાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા એવુ માનવામાં આવી રહ્યું છે. તે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જાેડાશે. એક ઇન્ટરવ્યૂમાં સોનુ સુદે ખુલાસો કર્યો હતો કે તેને બે પાર્ટી તરફથી રાજ્યસભાની સીટ ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધીબોલિવૂડ એક્ટર સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જાેડાઇ શકે છે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે ત્યારે તેણે અમદાવાદમાં ગુજરાત આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
એક ખાનગી હોટલમાં થયેલી મુલાકાતમાં આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને આપ નેતા ઇશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સોનુ સૂદ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ મુલાકાત બાદ સોનુ સૂદ આપમાં જાેડાશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. ત્યારબાદ સોનુ સૂદે અમદાવાદની ખાનગી હોટેલમાં આપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા સોનુ સુદ કોરોનાકાળમાં સેવાકીય કાર્યો કરવાના કારણે લોકોમાં પ્રિય થયો છે.
Recent Comments