બ્રહ્મલીન સંત ધનાબાપુના તેરસી ભંડારાનું ભવ્ય આયોજન
બ્રહ્મલીન સંત શ્રી ધનાબાપુ ગુરૂ ગોવિંદબાપુ (સાવરકુંડલા) ના તેરસી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન મહંત શ્રી રામદાસબાપુએ દૂર દૂરથી આવેલા શિષ્ય સમુદાયને આવકારેલ. આ તકે સંત સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધનાબાપુની જીવન ઝરમર વિશે સંતોએ શ્રોતાઓને સત્સંગમાં જણાવેલ. ગિરનારી ભક્તો જુનાગઢથી આવ્યાં હતાં. સંત સભાના અધ્યક્ષ સ્થાને શ્રી મસ્તરામબાપુ (ઘીની ખોડીયાર) હતાં. સભાનું સંચાલન ઘનશ્યાબાપુએ કર્યું હતું. એમ મનીષભાઈ વિંઝુડાની એક યાદીમાં જણાવાયું હતું.
Recent Comments