fbpx
રાષ્ટ્રીય

બ્રિટનમાં એવુ શુ બન્યુ કે, સુપરમાર્કેટમાંથી શાકભાજીની અછત સર્જાઈ, શું છે આ થવાનું કારણ

બ્રિટનમાં શાકભાજીની વધતી અછત સર્જાતા, હવે લોકો તેને મર્યાદિત માત્રામાં જ ખરીદી શકશે તેવો નીર્ણય લેવામાં આવ્યો છે. યુકેની સૌથી મોટી સુપરમાર્કેટ, ટેસ્કો અને ડિસ્કાઉન્ટર એલ્ડીએ જાહેરાત કરી છે કે, તેઓ ટામેટાં, મરી અને કાકડીના વેચાણને ગ્રાહક દીઠ ત્રણ પેકેટ સુધી મર્યાદિત કરી રહ્યા છે,આ ઉપરાંત મ્મ્ઝ્રના અહેવાલમાં જણાવાયું છે, છજઙ્ઘટ્ઠએ ટામેટાં, મરી અને કાકડીઓ સાથે સલાડ બેગ્સ, બ્રોકોલી, કોબીજ અને રાસબેરી પનેટ્‌સનું વેચાણ ગ્રાહક દીઠ ત્રણ કિલો સુધી વધારી દીધું છે. જ્યારે કાકડી, ટામેટાં, અને મરી પર બે કિલો કરી દીધી છે.

ખરાબ હવામાનને કારણે દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ઘણા પાકની લણણીમાં વિક્ષેપ પડ્યો છે, જેને કારણે શાકભાજીનો પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે. ઉપરાંત, યુકે અને નેધરલેન્ડ્‌સમાં ઉર્જા ખર્ચમાં વધારો થવાને કારણ શિયાળાની ઋતુમાં ઓછા પાકના ઉત્પાદનને લીધે પરિસ્થિતિ વધારે વણસી છે. આંકડા અનુસાર, બ્રિટન સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન સલાડમાં ઉપયોગમાં લેવાતા ૯૫% ટામેટાં અને ૯૦% અન્ય શાકભાજી અને ફળોની આયાત કરે છે. વેપાર જૂથ બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમ (મ્ઇઝ્ર) અનુસાર બ્રિટન લગભગ ૯૫% ટામેટાં અને ૯૦% સલાડ શિયાળાના મહિનાઓમાં આયાત કરે છે, જેમાંથી મોટા ભાગની શાકભાજી સ્પેન અને ઉત્તર આફ્રિકામાંથી આવે છે, પરંતુ દક્ષિણ સ્પેન અસામાન્ય રીતે ઠંડા હવામાનનો અનુભવ કરી રહ્યું છે,

જેથી મોરોક્કોમાં પાકની ઉપજ પૂરથી ફટકો પડ્યો છે, આ ઉપરાંત વાવાઝોડાના કારણે કાર્ગો શિપમેન્ટમાં વિલંબ અથવા રદ્દ કરવામાં આવી રહ્યો છે. વર્ષના આ સમયે યુકેના સ્થાનિક ઉત્પાદકોએ નેધરલેન્ડ્‌સ પાસેથી પણ કેટલાક ઉત્પાદનો મેળવ્યા છે. પરંતુ બંને દેશોના ખેડૂતોએ વીજળીના ઊંચા ભાવને કારણે શિયાળુ પાક ઉગાડવા માટે ગ્રીનહાઉસનો ઉપયોગ ઓછો કર્યો છે. મ્ઇઝ્ર અનુસાર, યુકેની ખેતીની સીઝન શરૂ થાય અને સુપરમાર્કેટ પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોતો શોધે ત્યાં સુધી અછત માત્ર “થોડા અઠવાડિયા” જ રહેવાની ધારણા છે.

Follow Me:

Related Posts