બ્રિટન વિદ્યાર્થિનીએ ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો
બ્રિટનની વિદ્યાર્થિનીનું નામ જેસ ડેવિસ છે, જે યુનિવર્સિટી ઓફ સાઉથમ્પટનમાં ઈતિહાસ અને રાજનીતિની વિદ્યાર્થીની છે. તે બ્રિસ્ટોલમાં રહે છે. જેસે કહ્યું કે મને અચાનક પેટમાં દુખાવો થયો અને મને લાગ્યું કે મારે ટોઇલેટ જવું જાેઈએ. તેણે કહ્યું કે મારા પીરિયડ્સ હંમેશા અનિયમિત રહે છે, તેથી તેની કાળજી લીધી નહીં અને વિચાર્યું કે કદાચ આ દુખાવો તેના કારણે થઈ રહ્યો છે. હવે અચાનક માતા બનવાનો અનુભવ મારા માટે આંચકા સમાન છે.
જ્યારે મારું બાળક શૌચાલયમાં રડવા લાગ્યું, ત્યારે મને લાગ્યું કે હું કદાચ સપનું જાેઈ રહી છું. જેસ ડેવિસે કહ્યું કે બીજા દિવસે મારો ૨૦ મો જન્મદિવસ હતો, તેથી હું તેની તૈયારી કરી રહી હતી અને મેં હાઉસ પાર્ટીની તૈયારી કરી લીધી હતી. પછી મને દુખાવો શરૂ થયો, તેથી મેં સ્નાન કરવાનું વિચાર્યું અને પછી દુખાવો વધ્યો અને લાગ્યું કે મારે ટોઇલેટ જવું પડશે. જેસે કહ્યું કે, જ્યારે હું ટોઇલેટ સીટ પર બેઠી ત્યારે મને લાગ્યું કે કંઈક બહાર આવી રહ્યું છે અને મારે તેને ધક્કો મારવો પડશે. આ પછી બાળકના રડવાનો અવાજ આવ્યોપ. મને લાગ્યું કે કદાચ હું સપનું જાેઈ રહી છું. પ્રેગ્નન્સીની કોઈ વાત નહોતી થઈ, ન તો બેબી બમ્પ બહાર આવ્યું કે ન તો કોઈ અન્ય લક્ષણો જાેવા મળ્યા. આ પછી જ્યારે તેના ખાસ મિત્રને ફોન કરીને કહ્યું કે મને એક બાળક છે, તો તેણે મજાક કરવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું કે જન્મદિવસની પાર્ટી આપવાનું ટાળવું એ સારું બહાનું નથી. જે બાદ તેને ફોટો મોકલ્યો અને કહ્યું કે મને તાત્કાલિક મદદ કરો, મારે હોસ્પિટલ જવું પડશે. પછી તેને ખાતરી થઈ અને તે એમ્બ્યુલન્સ લઈને મારા ઘરે આવ્યો. અહીં, ડોકટરોનું કહેવું છે કે બાળક અને તેની માતા બંને સ્વસ્થ છે.
બાળકનું વજન ૩ કિલો છે અને તેનો જન્મ ૩૫ માં સપ્તાહમાં થયો હતો.બ્રિટનમાં રહેતી એક વિદ્યાર્થિનીએ ટોઇલેટમાં બાળકને જન્મ આપ્યો છે. વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર, તેણીને ખબર ન હતી કે તે ગર્ભવતી છે. જ્યારે તે ટોઇલેટમાં ગઈ ત્યારે બાળકનો જન્મ થયો હતો. તે સમયે તે ઘરે એકલી હતી, તેણે તેના મિત્રને બાળકનો ફોટો મોકલીને વિશ્વાસ અપાવ્યો કે તેણે બાળકને જન્મ આપ્યો છે. જે બાદ એમ્બ્યુલન્સ આવી અને બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થિની બીજા દિવસે તેનો ૨૦મો જન્મદિવસ ઉજવવાની હતી. તેને પેટમાં દુઃખાવો થતાં તે ટોઇલેટમાં ગઈ હતી, પરંતુ જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો ત્યારે તે પોતે થોડા સમય માટે કંઈ સમજી શકી ન હતી.
Recent Comments