રાષ્ટ્રીય

બ્લેક ફંગસ વચ્ચે વ્હાઇટ ફંગસની એન્ટ્રીઃ પટનામાં ૪ દર્દી નોંધાયા

કોરોના મહામારીની વચ્ચે બિહારમાં અત્યારે બ્લેક ફંગસના કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન વ્હાઇટ ફંગસના કેસો મળવાથી હાહાર મળી ગયો છે. બિહારના પાટનગર પટનામાં વ્હાઇટ ફંગસના ૪ દર્દીઓ સામે આવ્યા છે. સંક્રમિત દર્દીઓમાં પટનાના એક જાણીતા સ્પેશિયાલિસ્ટ પણ સામેલ છે. આ બીમારી બ્લેક ફંગસથી પણ વધારે ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્હાઇટ ફંગસથી પણ કોરોનાની માફક ફેફસા સંક્રમિત થાય છે.
તો શરીરના બીજા ભાગો જેમકે નખ, સ્કિન, પેટ, કિડની, બ્રેઇન, પ્રાઇવેટ પાટ્‌ર્સ અને મોઢાની અંદર પણ સંક્રમણ ફેલાઈ શકે છે. પટનામાં વ્હાઇટ ફંગસના ૪ દર્દીઓ સામે આવી ચુક્યા છે. પીએમસીએચના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર એસ.એન. સિંહે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ૪ દર્દીઓમાં કોરોના જેવા લક્ષણો જાેવા મળી રહ્યા હતા, પરંતુ તેમને કોરોના હતો જ નહીં. તેમના તમામ ટેસ્ટ નેગેટિવ હતા. ટેસ્ટ કરાવવા પર જાણવા મળ્યું કે તેઓ વ્હાઇટ ફંગસથી સંક્રમિત છે.
જાે કે રાહતના સમાચાર એ છે કે એન્ટી ફંગલ દવાઓથી ચારેય દર્દીઓ સાજા થઈ ગયા છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે વ્હાઇટ ફંગસથી ફેફસા સંક્રમિત થઈ જાય છે. એચઆરસીટી કરાવવા પર કોરોના જેવું જ સંક્રમણ જાેવા મળે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે જાે એચઆરસીટીમાં કોરોનાના લક્ષણો જાેવા મળે છે તો વ્હાઇટ ફંગસની ઓળખ માટે કફની તપાસ જરૂરી છે. તેમણે જણાવ્યું કે વ્હાઇટ ફંગસનું કારણ પણ બ્લેક ફંગસની માફક ઇમ્યુનિટી ઓછી હોવી જ છે. એ લોકોમાં આનો ખતરો વધારે છે જેઓ ડાયાબિટિસના દર્દી છે, અથવા પછી લાંબા સમય સુધી સ્ટેરોઇડ દવાઓ લઈ રહ્યા છે.

Related Posts