ભગુડાધામ ખાતે મંગળવારે પાટોત્સવ સાથે માંગલ શક્તિ સન્માન સમારોહ
શ્રી માંગલધામ ખાતે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરના સંકલન સાથે થયેલા આયોજન મુજબ અહીંયા ૨૭માં પાટોત્સવ પ્રસંગે શ્રી માંગલ શક્તિ સન્માન દ્વારા લોક સહિત્યકારોની ભાવ વંદના કરવામાં આવનાર છે. અહી શ્રી મહેશભાઈ ગઢવી દ્વારા સંચાલન માર્ગદર્શન રહેલું છે. આ દિવસે એવોર્ડ સમારંભમાં બળદેવભાઈ નરેલા, મહેશદાન મીસળ, જીતુદાન ટાપરિયા, શ્રી દ. પૂજાવાળા, કવિ શ્રી ત્રાપજકર અને માયાભાઈ આહીર ને આજે શ્રીમાંગલ શક્તિ એવોર્ડ 2023 અર્પણ કરીને ભાવ વંદના કરવામાં આવશે.રામભાઈ કામળીયા તથા માયુભાઈ કામળીયા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પાટોત્સવ સમારોહ સાથે યોજાનાર સંતવાણી પ્રસંગે ધાર્મિક અને રાજકીય તથા સામાજિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે.
Recent Comments