fbpx
ગુજરાત

ભચાઉનાં કકરવા અને રાપરનાં પાવર હાઉસ પાસે જુગાર રમાતા લોકોને પકડવામાં આવ્યા

ભચાઉનાં કકરવા અને રાપરનાં પાવર હાઉસ પાસે રમાતી જુગાર પર પોલીસે બે દરોડા પાડી જુગાર રમતા ૧૭ શખ્સોને રોકડા રૂ. ૧,૨૧,૧૨૦ સાથે બે વાહન અને ૧૧ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૪,૩૪,૧૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભચાઉના કકરવા ગામના પંખડી વાડી વિસ્તારમાં રમાતી જુગાર પર બાતમી આધારે ભચાઉ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૮ શખ્સો બાબુભાઈ કરશનભાઈ પરમાર, હમીરભાઈ રાણાભાઈ ઢીલા, કિરણકુમાર નરોતમભાઈ પટેલ, સંદીપગીરી પ્રવિણગીરી ગુસાઈ, દિનેશભાઈ જયરામભાઈ બાલાસરા, લાલાભાઈ કરશનભાઈ ઢીલા, પ્રેમજીભાઈ સામતભાઈ લોંચા અને હિરાભાઈ કરશનભાઈ ઢીલાને રોકડા રૂ. ૧,૦૯,૫૦૦ અને બે વાહનો તેમજ ૬ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૩,૫૧,૫૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

જ્યારે પ્રભુ દેસરાભાઈ કોળી ભાગી જવામાં સફળ રહ્યો હતો.તો બીજી બાજુ રાપરમાં પાવર હાઉસની પાછળ શાળાની બાજુમાં લાઈટના અજવાળામાં રમાતી જુગાર પર રાપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા જીતેન્દ્ર બાબુભાઈ સંઘાર, ભાવીન ભરતભાઈ સંઘાર, વિશાલ સુરેશભાઈ સિયારિયા, કાનજી રમેશભાઈ સિયારીયા, પ્રકાશ દેસરાભાઈ મણકા, કાનજી મોહનભાઈ સિયારીયા, નારાણ ખેંગાભાઈ ભરવાડ, ખેતશી પચાણભાઈ સીયારીયા અને પ્રવીણ રમેશભાઈ સંઘારને રોકડા રૂ.૧૧,૬૨૦ સાથે ૫ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૮૨,૬૨૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. 

Follow Me:

Related Posts