આઈએમડીની ચેતવણીને ધ્યાનમાં રાખતા પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મોચા ધીમે ધીમે ખતરનાક થઈ રહ્યું છે. ચક્રવાત મોચા ભવિષ્યવાણીઓ અનુસાર, ૧૨ મેના રોજ એક ભયંકર તોફાન અને ૧૪મેના રોજ એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. આઈએમડીની ચેતવણીને ધ્યાનમાં રાખતા પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એનડીઆરએફના કમાંડેંટ ગુરમિંદર સિંહે જણાવ્યું કે, અમે ૮ ટીમો તૈનાત કરી દીધી છે. એનડીઆરએફના ૨૦૦ બચાવકર્તા જમીન પર તૈનાત છે અને ૧૦૦ બચાવકર્મી સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. આઈએમડીએ આજે ટિ્વટ કરીને જણાવ્યું છે કે, મોચા સ્થાનિક સમયાનુસાર અડધી રાતે પોર્ટ બ્લેયરથી લગભગ ૫૨૦ કિમી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં બંગાળની મધ્ય ખાડીથી અડીને આવેલા દક્ષિણ-પૂર્વમાં હતો. મૌસમ કાર્યાલયે ગુરુવારે રાતે કહ્યું કે, ચક્રવાત મોચા બળુકુ થઈ રહ્યું છે અને શુક્રવાર સવાર સુધી તે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે, ૧૩૫ કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવા ચાલી રહી છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધવાની સંભાવના છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે કહ્યું કે, આજે સવારે ૫.૩૦ કલાકે, ચક્રવાતી તોફાન મોચા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં,
પોર્ટ બ્લેયરથી લગભગ ૫૨૦ કિમી પશ્ચિમમાં અને બાંગ્લાદેશના પોર્ટ કોક્સ બજારથી ૧૧૦૦ કિમી દક્ષિણી-દક્ષિણ પશ્ચિમમાં આવેલ છે. મ્યાનમાર અને બાંગ્લાદેશે મોચાના ખતરાને ધ્યાનમાં રાખતા હજારો સ્વયંસેવકોને તૈનાત કરી દીધા છે અને ગુરુવારે નિચલા વિસ્તારથી લોકોને હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ૧૪ મે ૨૦૨૩ની બપોરની આસપાસ વિસ્તાર એક અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન તરીકે મોચા સિતવે એટલે કે મ્યાનમારની નજીક કોક્સ બજાર અને ક્યોકપ્યૂ (મ્યાનમાર)ની વચ્ચે દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશ અને તેની મ્યાનમારના તટને ૧૫૦-૧૬૦ કિમી પ્રતિ કલાકની અધિકતમ નિરંતર પવન ગતિ અને ૧૭૫ કિમી પ્રતિ કલાકે વાયુ ઝોકા સાથે પાર કરશે. ભારતના મૌસમ વિજ્ઞાન કાર્યાલય અનુસાર, ચક્રવાત મોચાના બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર રવિવારે દસ્તક આપવાનું અનુમાન છે, જ્યા ૧૭૫ કિમી સુધી હવાઓ ચાલી રહી છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે ગુરુવારે એક બુલેટિન જાહેર કરી ભવિષ્યવાણીની છે. ચક્રવાત મોચાના મધ્ય બંગાળની ખાડી ઉપર અડધી રાતે એક ભયંકર તોફાનમાં ફેરવાઈ જવાની આશા છે. આઈએમડી દ્વારા આજે અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો વળી કેરલ, ઓડિશા અને કર્ણાટકમાં મધ્ય વરસાદ ચક્રવાત મોચાની એક ગંભીર તોફાન તરીકે તેજ થઈ ગઈ.
Recent Comments