આજે શિક્ષક દિન છે. આજનો મહિમા વિદ્યાનો છે ત્યારે આ વિદ્યાના દિવસે વિદ્યા માટે કાર્યરત ’વિદ્યાદાન મહાદાન’ અંતર્ગત મહુવા ખાતેના કાર્યવાહક શ્રી ભરતભાઈ ચૌહાણ તથા શ્રીબીપીનભાઈ સંઘવી તથા સાથી કાર્યકર્તાઓ દ્વારા પૂજ્યશ્રી મોરારીબાપુની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
’વિદ્યાદાન મહાદાન’ અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ’વિદ્યાદાન મહાદાન’ના મુખ્ય કાર્યવાહક શ્રીમતી અલ્પાબેન સથવારા તથા શ્રી ધર્મેન્દ્રભાઈ સથવારા (મહેસાણા)ના સરહાનીય કાર્યોની પણ નોંધ લેવામાં આવી હતી.
મહુવામાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર તથા દિવ્યાંગ બાળકોને નોટબુક્સનું વિતરણ કરવામાં આવશે. દાતાશ્રીઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પૂજ્ય શ્રી મોરારીબાપુએ વિદ્યાદાન મહાદાન અંતર્ગત ચાલતી પ્રવૃત્તિઓની ખૂબ પ્રશંસા કરી હતી તથા આ બાબતે જે કંઈ મદદની જરૂરિયાત હોય તો મદદ કરવા તૈયારી બતાવી હતી. વિદ્યાદાન મહાદાન અભિયાનને ઉત્તરોતર પ્રગતિના આશીર્વચન પણ મોરારી બાપુએ આપ્યાં હતાં.
Recent Comments