fbpx
ગુજરાત

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જાેવા મળ્યું

ભરૂચના આમોદની ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે.ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીમાં ફરી વિહાર કરતા મહાકાય મગરોનું ઝુંડ વિહાર કરતા નજરે પડ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં નદીની સપાટી ઉપર તરતા મગરોને જાેઈ બ્રિજ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મગરોનું ઝુંડ જાેતા લોકો બ્રિજ પર અટકી ગયા હતા અને મનમૂકીને વીડિયો ઉતાર્યા હતા. જે વીડિયો હાલમા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

આ અગાઉ ૨૦થી ૨૫ મગરો નદીમાં ખોરાક આરોગતાનો વીડિયો સામે આવ્યા હતો. હાલ ચોમાસાની સિઝનમાં ઢાઢર નદીના જળસ્તર જેમ જેમ વધશે તેમ મગરો નજીકના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં આવી ચઢવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. બે મહિના અગાઉ પણ ઢાઢર નદીના પુલનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ જાેવા મળ્યું હતું. આ ઝુંડમાં એક બે નહીં, પરંતુ ૨૦થી ૨૫ મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા હતા. મગરો પાણીમાં પડેલા કોઈ ખોરાકને આરોગવા માટે ટોળામાં આવી રહ્યા હોય અને શિસ્તબદ્ધ રીતે ખોરાકની જિયાફત માણી પરત ફરી રહ્યા હોય, તેવા દૃશ્યો સામે આવ્યા હતા.

ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. આ મગર ઉનાળાના સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે. તો ચોમાસાની ઋતુમાં નદી જ્યારે કિનારા ફાંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર જાેવા મળે છે.

Follow Me:

Related Posts