ભરૂચના ખેડૂતે જૈવિક ખાતરની મદદથી શેરડી-કેળાંની ખેતી કરી
મધ્ય ગુજરાતમાં ઘણા ખેડૂતોએ કેમિકલ ખાતરોનો ઉપયોગ ઓછો કરી જૈવિક ખાતરો અપનાવવા લાગ્યા છે. દેથાણા નજીક આવેલી પોતાની વાડીમાં જૈવિક ખાતરોના ઉપયોગથી શેરડીના ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો વધારો લેનારા ૩૭ વર્ષીય ખેડૂત હિતેશભાઇ ગોવિંદભાઇ પટેલ આવા કૃષિકારો પૈકી એક છે. અઢી વર્ષ પહેલાં તેમણે જૈવિક ખાતરો તથા જૈવિક જંતુનાશકોનો ઉપયોગ શરૂ કર્યો અને હવે એનો લાભ હવે મળી રહ્યો છે અને શેરડીના પાકમાં ૧૩ લાખથી વધીને ૧૭ લાખ આવક થઈ છે. ો હતો.
આપણે જે કૃત્રિમ ખાતર જમીનમાં નાખીએ છીએ એનો માત્ર ૨૮થી ૩૨ ટકા ખાતરનો વાસ્તવિક રીતે ઉપયોગ થાય છે, બાકીનું એમને એમ પડ્યું રહે છે. બીજું ખાતર નાખવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અંતે જમીનની માટી કડક થઇ જાય છે. આ ઉપરાંત જમીનમાં ટીડીએસ અને પીએચનું પ્રમાણ વધી જાય છે. માટી ઉપર સફેદ પરખ જાેવા મળે છે. આવી સમસ્યા મોટા ભાગના ખેડૂતો અનુભવે છે. આ કૃત્રિમ ખાતરોનું પરિણામ છે. આ પ્રકોપથી બચવા માટે કાં તો પ્રાકૃતિક ખેતી અથવા તો જૈવિક ખાતરોનો ઉપયોગ જ કરવાનો વિકલ્પ અમારી પાસે હતો. અમે કેમિકલના ખાતરનો ઉપયોગ ઘટાડી હવે બાયોફર્ટિલાઇઝર ઉપયોગ શરૂ કર્યો છે. અમે ટિશ્યૂ કલ્ચરથી ૪ હજાર જેટલી કેળ વાવી છે. એને અમે ટપક સિંચાઇ પદ્ધતિથી પાણી પાઇએ છીએ,. સાથે જૈવિક ખાતરનો વપરાશ કર્યો છે, જેનાથી ફળની લંબાઇ વધુ જાેવા મળી છે. લૂમ પર લીલી ચમક વધુ અને ટપકા ઓછા જાેવા મળ્યા છે. શેરડીના પાકમાં ગાંઠો સામાન્ય રીતે ૮થી ૧૨ જેટલી હોય છે પણ, આ પાકમાં ગાંઠનું પ્રમાણમાં ૧૬થી ૨૨ રહ્યું હતું.
શેરડી વાવ્યા બાદ બાજુમાં રહેલી ગાંઠમાંથી પણ શેરડી ઊગે છે, જે જેટલું વધુ હોય એટલું વધુ ઉત્પાદન મળે છે. સામાન્ય રીતે ખેડૂતો મુખ્યત્વે ડાઇએમોનિયમ ફોસ્ફેટ, યુરિયા અને પોટાશના કેમિકલ ખાતરોનો ઉપયોગ કરે છે. આ ખાતરને પાકના છોડને લાયક બનાવે એવા જીવાણુનું અસ્તિત્વ જમીનમાં હોઇ એ ખૂબ જ જરૂરી છે. એ જીવાણુ જૈવિક ખાતરો થકી મળે છે. ડીએપીના વિકલ્પે ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટરિયા, યુરિયાના વિકલ્પે એઝેટોબેક્ટર (વાતાવરણમાંથી નાઇટ્રોઝન લઇ છોડને આપવા) અને એસેટોબેક્ટર (જમીનમાં નાઇટ્રોઝનને સ્થાપિત કરે છે) નામના બેક્ટેરિયા, પોટાશના બદલે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટરિયાનો ઉપયોગ કરી શકાય. આટલું જ નહીં, બાયો પેસ્ટિસાઇડ, બાયો ફન્ગીસાઇડ અને બાયો ઇન્સેક્ટિસાઇડ કેમિકલયુક્ત જંતુનાશક દવાના વિકલ્પે ઉપયોગ કરી શકાય છે. એમાં એવા પ્રકારની ફૂગ વિકસાવી હોય છે, જે ખાવાથી પાકને નુકસાન કરતા કીટકો મૃત્યું પામે છે.
બ્યુવેરા બાસિયાના, મેટારિઝયમ એનિસ્લોપી, ટ્રાયકોડર્મા વિરડી પિસ્યુડોમોનસ, વર્સ્ટિસિલિય લેકાની, આઈસેરિયા નામની ફૂગ અને જીવાણુના કલ્ચર બજારમાં સરળતાથી મળે છે, જે કેમિકલ જંતુનાશકો કરતાં સાવ સસ્તી કિંમતના હોય છે. એનાથી સૂકારો, કાળી ફૂગ અને સફેદ ફૂગ, ઉત્સુક, ગુલાબી ઇંયળ, મુંડા, લીલા તડતડિયા,મોલો મસી, સફેદ માખી લીલી ઇંયળ, ચૂસિયા પર નિયંત્રણ લાવી શકાય છે.ભરૂચ જિલ્લાના ભરૂચના શુક્લતીર્થના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ પટેલ છેલ્લાં અઢી વર્ષથી જૈવિક ખાતરના ઉપયોગથી શેરડી અને કેળાંની ખેતી કરી રહ્યા છે, જેને કારણે શેરડીના ઉત્પાદનમાં ૨૫ ટકાનો વધારો મેળવ્યો છે. શેરડીની ખેતીમાં ૧૭ લાખની આવક મેળવી છે. આ ઉપરાંત કેળાંની ખેતીના ઉત્પાદનમાં ૨૦ ટકા વધારો થવાની આશા રાખી રહ્યા છે.
Recent Comments