ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર કોસમડી ગામ નજીક આવેલ નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દારોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા ૩૨ હજાર રોકડા અને સાત મોબાઈલ ફોન તેમજ પાંચ મોટર સાઇકલ મળી કુલ રૂ. ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કોસમડી ગામના નવપરા વિસ્તારમાં રહેતો જુગારી સુરેશ બાબુ વસાવા, વિશાલ બાબુ પટેલ, મોહસીન સઈદ ખલિફા, મહંમદ બિલાલ ફારૂક વડીયા, નરેશ વસાવા સહિત સાત જુગારીયાઓને ઝડપી પાડી જી.આઈ.ડી.સી.પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલસીબી ટીમે અંકલેશ્વરના કોસમડી નજીકથી જુગાર રમતા ૭ ઝડપાયા, ૧.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત

Recent Comments