ભરૂચ કોંગ્રેસ સમિતી ખેડૂતોને પુરતી વિજળી તેમજ મોંઘવારીને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રીને કરશે રજૂઆત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 મેએ ભરૂચ જિલ્લાની મુલાકાત લેવાના છે. આ દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીના આગાવેનો ભરૂચ જિલ્લામાં વિવિધ જનહિતના પ્રશ્નોને લઇ મુખ્યમંત્રીને રજૂઆત કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 મેએ ભરૂચ જિલ્લાની મુલાકાત લેવાના છે. આ દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા મોંઘવારી બેકારીને લઇને રજૂઆત કરવામાં આવશે. મુખ્યમંત્રીને અલગ અલગ જાહેર હિતના પ્રશ્નોને લઇને આવેદન પત્ર પણ આપવામાં આવશે. જેમાં ભરૂચ જિલ્લાની જનતા મોંઘવારી અને બેકારીથી પીડાઈ રહી છે તેનુ શું..? મગના ટેકાના ભાવો અંગે જિલ્લાનાં કિસાનો ચિંતામાં છે તેનુ શું,…? મહિલાઓ અને વિધવાઓ રાંધણ ગેસના ભાવ થી ચિંતિત છે તેનુ શું…? જૂની પેન્શન યોજના અંગે રાજયભરમાં કર્મચારીઑ દ્વારા આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે તેનું નિરાકરણ આવે તેવી આશા અને અપેક્ષા રાજયના મુખ્યમંત્રીશ્રી પાસે રાખવામાં આવી રહી છે. સાથે ઔધોગિક ક્ષેત્રમાં ભરૂચ જિલ્લામાં વારંવાર અકસ્માતો બને છે. કામદારોના જીવ જાય છે. અને તેથી વિધવાઓની સંખ્યા વધતી જાય છે. દુખની વાત એ છે કે આવા અકસ્માતોના બનાવોમાં કેટલીક વાર સમયસર કેસો પણ દાખલ થતાં નથી. ભરૂચ જિલ્લાના કિસાનોની અવદશા વિષે મુખ્યમંત્રીશ્રી ને ખબર જ હશે કે, હવા ના પ્રદૂષણને લીધે કરોડો રૂપિયાનો પાક નષ્ટ થયો મગના ટેકાના ભાવોનું હજુ કઈ ઠેકાણું નથી. મુખ્યમંત્રીશ્રી સાહેબ … યુવાનો બેકાર છે… ખેડૂતો લાચાર છે… મોંધવારીએ માઝા મૂકી છે…વિધવાઓની આખોમાં આંસુ છે…રાંધણગેસના ભાવોમાં વધારો થયો છે. સી.એન.જી. ના ભાવ દિન-પ્રતિ દિન વધતા હજારો રીક્ષા ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે… મુખ્યમંત્રી આવા અનેક પ્રશ્નો છે. જેનો ઉકેલ લાવવા જરૂરી છે. ચાલુ વર્ષે ભરૂચ જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતોમાં જે રોગ જોવા મળ્યો અને જેની ઉગ્ર રજૂઆત તમામ રીતે તમામ કક્ષાએ કરવામાં આવી કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું કે, આ રોગ માત્ર ને માત્ર રાસાયણિક જંતુ નાશકની જ અસર છે. વિગેરે તથ્યો બહાર આવ્યા છતાં પણ કરોડો રૂપિયાનું ભરૂચ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું છતાં ના તો સરકારે કોઈ હાથ ઝાલ્યો કે ના ખેડૂતોને કોઈ મદદ મળી કે ના એનું ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય તેવી કોઈ બાંહેધરી આપવામાં આવી. જ્યારે સમગ્ર ગુજરાતમાં કાનમ પ્રદેશ અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં કપાસનું વાવેતર કરવામાં મોખરે છે. ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થવા પામ્યું છે.
તે જ રીતે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર તુવેર પકવતા ખેડૂતોની પણ જે ખરીદી કરવામાં આવે છે તેમાં દોડધામ કરાવી કરાવીને માંડ થોડી ઘણી ખરીદી કરી અને સરકારે દેખાડો કર્યો છે. ત્યારે કપાસ અને તુવર પકવતો આ જિલ્લો સરકારી રાહતની મીટ માંડીને બેઠો છે. ભરૂચ જિલ્લામાં જેમાં હાલ મગ જેવા પાકમાં ભયંકર રોગ જીવાત ને પરિણામે સારુ ઉત્પાદન થવા પામ્યુ નથી. તો તેવા સમયે સરકાર દ્વારા તાત્કાલીક ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને મદદરૂપ થવાની જગ્યાએ જુઠા વાયદા કરી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. અને આખી સીઝનમાં કપાસ તુવેર અને હવે મગ નો વારો છે. ત્યારે સમગ્ર રીતે સરકારી તંત્ર ટેકાના ભાવે ખરીદી કરવામાં નિષ્ફળ રહયુ છે.
ભરૂચ શ્રવણ ચોકડી પાસે શ્રવણ ફલાય-ઓવર બ્રીજ ને સૈધાન્તિક મંજૂરી મળ્યા હોવા છતાં અગમ્ય કારણોસર ફલાય ઓવરના નિર્માણ અંગે વિલંભ થઈ રહયો છે. જેના કારણે અકસ્માતોના બનાવો અને અન્ય બનાવો બની રહયા છે. ત્યારે આ ફલાય-ઓવર બ્રીજનું નિર્માણ તાત્કાલિક ચાલુ થાય તેવી રજૂઆત છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખેતી માટેની વીજળી સમયસર મળતી નથી તેમજ માત્ર અને માત્ર ૦૪ થી ૦૫ કલાક વીજળી મળે છે. ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલ સમય મુજબ વીજળી મળે તેવા ભરૂચ જિલ્લાના ખેડુતોની માંગણી છે. ભરૂચ જિલ્લામાં ઔધીગિક વિસ્તાર આવેલ છે. જેમાં પ્રદૂષણ જેવી સમસ્યા દિવસે-દિવસે વધી રહેલી છે. ત્યારે તેને નિયંત્રણમાં લાવવામાં આવે તેવી ભરૂચ જિલ્લાના લોકોની રજુઆત છે.
Recent Comments