ગુજરાત

ભાંખલની રાધેકૃષ્ણ સ્કૂલ દ્વારા પગપાળા પ્રવાસ સાથે 800 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ભાંખલ ગામની શ્રીરાધેકૃષ્ણ હાઇસ્કુલ માં શાળા દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે પગપાળા પ્રવાસ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં વધી રહેલા પ્રદૂષણ ને અટકાવવા વિદ્યાર્થીઓમાં પર્યાવરણનું મહત્વ ટકી રહે તે માટે વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ અને શાળાના તમામ શિક્ષકો સાથે જોડાયા હતા અને વર્ષાઋતુમાં વરસતા વરસાદમાં બાળકોને વર્ષાઋતુ નો પણ આનંદ મળ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 800 થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ પર્યાવરણ અને વૃક્ષ ઉછેર નું મહત્વ સમજાવ્યું હતું.

Related Posts