અમરેલી પુર્વ સાંસદશ્રી વિરજીભાઇ ઠુમરે આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપનાં રાજમાં દિન- પ્રતિદિન નશાકારક પ્રવૃતિ વધતી જાય છે. દારૂ હોય, લો હોય રોજીતમાં માણસો મરી રહ્યા છે. મુદ્રા પોર્ટ ઉપર ડગ્સ આવી રહી છે. અમદાવાદમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો આયુર્વેદના નામે નશાકારક પ્રવૃતિ કરી રહ્યા છે વેચી રહ્યા છે અને તેના કારણે યુવાનોમાં બદીયુ વધી છે. ભારતીય જનતા પાર્ટી નું લાંબુ સાશન ચાલી રહ્યુ છે દેશમાં તમામ પ્રકારે નિષ્ફળ ગયું છે. રાજયમાં પણ નિષ્ફળતા નિવડી છે છાશવારે અકસ્માત થાય છે લોકો મરી રહ્યા છે બહેન-દિકરીઓ સલામત નથી કેટલીક બહેન-દિકરીઓને ઘરેથી ઉપાડી જવાનાં બનાવી બન્યા છે
પોલીસ કે તંત્ર શોધી શક્યું નથી તેની પાછળનું કોઇ કારણ હોય તો આ નશાકારક પ્રવૃત્તિ છે. અમરેલીમાં ૬૦ લાખ જેવી રકમની આયુર્વેદના નામે નશાકારક પ્રવૃતિ ઝડપાઇ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરી સ્ટેન કરી રહ્યા છે કે એ તો આયુર્વેદ છે લાઇસન્સ સાથે વહેંચી રહ્યા છે પરંતુ તેમાં ૧૧ ટકા થી વધારે આલ્કોહોલ છે ત્યારે આ નશાકારક પ્રવૃતિ વહેંચવા માટેનું તેમની પાસે લાઇસન્સ કદાચ હશે, તો ડોકટરો લખે છે કે કેમ તે પણ તપાસનો વિષય બને છે, આવી જે કોઇ પ્રવૃતિ કરી રહ્યા હોય તેમને તાત્કાલીક અસરથી પગલા લઈ લ હવાલે કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા મળે તે માટે માંગણી કરૂં છું. આ વિસ્તારનો હું ધારાસભ્ય હતો ત્યારે અનેક વિકાસના કાર્યોમાં રસ લેતો હતો પરંતુ આજે જે ચુયા છે
તે નશાકારક પ્રવૃતિમાં રસ લઈ રહ્યા છે. ત્યારે હવે બાબરાની જનતાએ જાગવાની જરૂરીયાત ઉભી થઈ છે. ડો.જીવરાજ મહેતાના જિલ્લાનાં લોકોએ જાગવાની જરૂરીયાન ઉભી થઈ છે. બ્રોડગેજ માટે પણ જે આંદોલન ચાલી રહ્યું છે છાશવારે બધા જ કર્મચારીઓ કે તમામ ક્ષેત્રના ખેડુતો હોય બધા આંદોલનનો માર્ગે ચડ્યા છે ત્યારે હવે આ ભારતીય જનતા પાર્ટીને ધર્મ ના નામે વિભાજન ન કરે અને લોકો સમજે, ગુજરાત ગાંધીનું ગુજરાત સરદાર વલ્લભભાઇ પટેલનું ગુજરાત, ધર્મના નામે ભાસ્તીય જનતા પાર્ટી છેતરી રહી છે જેમાંથી બહાર નીકળવા માટેની હવે બધાએ આંખ ઉપાડવાની જરૂર છે. તેમશ્રી ઠુંમરે જણાવ્યું હતું.


















Recent Comments