fbpx
અમરેલી

ભાજપના કર્મઠ કાર્યકર્તાઓના પરાણે ફોટા પડાવી સોશ્યલ મીડિયામાં જોડાયાની જાહેરાત કરતા વિપક્ષ નેતા પરેશ ધાનાણી

અમરેલી શહેરના નિવૃત્ત મામલતદાર એમ. આર. ધાનાણીએ શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશીને અને દેવરાજીયાના ભાજપ અગ્રણી ભનુભાઈ બાબરિયાએ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયાને જાણ કરીને આ બાબતે રદિયો આપ્યો.

હું વીસ વર્ષથી ભાજપમાં છું અને છેલ્લાં શ્વાસ સુધી ભાજપમાં રહીશું. આ શબ્દો છે ભાજપ સાથે જોડાયેલા કર્મઠ નિવૃત્ત મામલતદાર એમ. આર. ધાનાણી સાહેબના. તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાને લેખિતમાં જાણ કરતા જણાવ્યું હતું કે, આજરોજ સવારના ૧૦:૩૦ કલાકે પંકજ કાનાબાર કોંગ્રેસ અગ્રણીનો ફોન આવેલ કે મારે અંગત કામ હોય તમે હોટલ દર્શન આવો તેવું કહેતા હું ત્યાં રૂબરૂ ગયેલ તો ત્યાં પરેશ ધાનાણી પણ હાજર હતા. તેમણે મને કોઈ જાતની ખબર નહોતી કે શા માટે બોલાવ્યા. તેઓએ મારી સાથે ફોટા પડાવી અને સોશ્યલ મીડિયામાં હું કોંગ્રેસમાં ભળેલ છું અને ભાજપ છોડેલ છે તેમ મૂક્યું છે. પરંતુ હું વીસ વર્ષથી ભાજપમાં છું અને છેલ્લાં શ્વાસ સુધી ભાજપમાં રહીશું. લોકોને ખોટા ભરમાવવાનું રહેવા દો, હવે તેમની પાસે કોઈ પાયાના કાર્યકરો ન રહેતા આવા નુસખા ચાલુ કરેલ છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખોટી રીતે બોલાવી અને ભાજપના કર્મઠ કાર્યકર સાથે ફોટો પડાવી અને સોશ્યલ મીડિયામાં કોંગ્રેસમાં જોડાયા છે તેવું જુઠ્ઠાણું ફેલાવ્યું છે.

દેવરાજીયાના ભાજપ અગ્રણી ભનુભાઈ બાબરિયા પણ આ બાબતે સ્પષ્ટતા કરી હતી અને લેખિતમાં જાણ કરી હતી કે, હું કોઈ બીજા પક્ષમાં જોડાવા માગતો નથી.

Follow Me:

Related Posts