અરવલ્લી જિલ્લો કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લી ત્રણ ટર્મથી જિલ્લાની ત્રણેય બેઠકો કોંગ્રેસ હસ્તક છે. ૩૦- ભિલોડા બેઠક તો ચાર ટર્મથી કોંગ્રેસ હસ્તક છે. ત્યારે આ ચૂંટણીમાં આ બેઠક કબજે કરવા માટે ભાજપે કમર કસી છે. ૩૦ ભિલોડા બેઠક એ આદિવાસી રિઝર્વ બેઠક છે. આ બેઠક પર ચાર ટર્મથી કોંગ્રેસના ડૉ. અનિલ જાેષીયારાનો દબદબો રહ્યો છે. પણ કોરોનાના કારણે તેમનું અવસાન થયું અને ત્યારબાદ આ બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ જાેર લગાવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ભિલોડા બેઠક માટે પૂર્વ આઈપીએસ પી. સી. બરંડાની ફરી એક વખત પસંદગી કરવામાં આવી છે.
ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ આઈપીએસ પી. સી. બરંડાની વધુ એક વખત પસંદગી કરી છે. ત્યારે તેઓએ પોતાનું પ્રચાર કાર્ય જાેરશોરથી શરૂ કરી દીધું છે. ગામડે-ગામડે મિટિંગો કરીને મતદારોનું સમર્થન મેળવી રહ્યા છે. ૨૭ વર્ષથી ગાંધીનગરમાં ભાજપ સરકાર છે પણ ભિલોડા બેઠક પર ચાર-ચાર ટર્મથી કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાય છે. જેના કારણે આ વિસ્તારનો વિકાસ રૂંધાય છે માટે આ ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા ઉમેદવાર પી.સી. બરંડાએ મતદારોને વિનંતી કરી છે અને જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Recent Comments