fbpx
અમરેલી

ભાજપ ની ડબલ એન્જિનની સરકારમાં જાફરાબાદ ની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે : ટીકુભાઈ વરૂ

*જાફરાબાદ ની જનતા દિવસે અને દિવસે સમસ્યાથી ઘેરાતી જાય છે નાના માણસોના કોઈ કામ થતા નથી જાફરાબાદ તાલુકા પંચાયત હોય કે જાફરાબાદ મામલતદાર કચેરી હોય કે જાફરાબાદ પીજીવીસીએલ ની કચેરી હોય જાફરાબાદ નગરપાલિકા હોય એક પણ જગ્યાએ નાના માણસોના કામ નથી કોઈને આવાસ ના નવા મકાન નથી મળતા કોઈનું રેશનકાર્ડ અલગ થયું હોય તો રેશનકાર્ડ મા અનાજ ચાલુ નથી થતું. નવા બીપીએલમાં નામ નથી ચડતા મોટી ઉંમરવાળા લોકોના આધારકાર્ડ નથી નીકળતા

ખેડૂતો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન નથી થતું અને આ ભાજપ ની ડબલ એન્જિનની સરકારમાં ઘણા સમયથી 20 જેટલા સરપંચો ભાજપના પદાધિકારીઓ અધિકારીઓને કર્મચારીની બદલી માટે ધક્કા ખાઈ રહ્યા છે એક પણ જગ્યાએ લોકોના કામ થતા નથી અને જાફરાબાદ તાલુકામાં જનતા એક તરફી સત્તા આપી અને અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પસ્તાવો કરી રહી છે અમુક વિસ્તારમાં દિવસેને દિવસે કંપનીઓ વાળા પણ ખેડૂતોને દબાવી રહ્યા છે આ વિસ્તારમાં લોકોનું સાંભળવા વાળા કોઈ આગેવાન રહ્યા નથી અને જનતાનો અવાજ વામળો થઈ રહયો જે કચેરીમાં જાવ ત્યાં અધિકારીઓ હાજર હોતા નથી અને કયા ગયા એમ પૂછીએ તો કહે છે કે એ અધિકારી સરકારી કાર્યક્રમમાં છે આવી રીતે જાફરાબાદ તાલુકામાં ભાજપ ની ડબલ એન્જિનની સરકારમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમ એક નિવેદનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રીટીકુભાઈ વરુ એ જણાવ્યું છે*

Follow Me:

Related Posts