fbpx
ગુજરાત

ભાજપ પત્રિકા કાંડ: પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓ સામે હાઈકમાન્ડે લાલ આંખ કરીઘી ના ઠામમાં ઘી પાડવા હાઈકમાન્ડે કવાયત હાથ ધરી

ગુજરાત ભાજપના પત્રિકા કાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વએ પત્રિકા કાંડની ગંભીર નોંધ લીધી છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓ સામે હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પત્રિકા કાંડ સાથે સંકળાયેલા નેતાઓ પર હાઈ કમાન્ડની સીધી નજર રાખશે. આંતરિક મતભેદને બાજુમાં રાખી લોકસભા ચૂંટણી પર ધ્યાન આપવા હાઈકમાન્ડે નિર્દેશ કર્યો છે. હાલમાં કોઈપણ ધારાસભ્ય કે પૂર્વ મંત્રીઓના રાજીનામા લેવામાં નહીં આવે. રાજીનામા લેવાથી પક્ષની છબીને નુકસાન થવાની ધારણા છે. જેથી ઘી ના ઠામમાં ઘી પાડવા હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ૧૪-૧૫ ઓગસ્ટે ગાંધીનગર આવશે. પત્રિકા કાંડ બાદ તેઓ પ્રથમ વાર ગાંધીનગર આવશે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પણ ૧૨-૧૩ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. જેથી સંગઠનમાં ફરી સમુ સુથરુ કરવાની કવાયત હાથ ધરાશે. ભાજપ પ્રદેશ સંગઠનની ખાલી જગ્યાઓને ભરવા કવાયત હાથ ધરાઈ છે.

Follow Me:

Related Posts