અમરેલી

ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે – તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ ભ્રષ્ટાચાર બેફામ થવા લાગ્યો છે, અને આ ભ્રષ્ટાચાર કરવામાં ખુદ ભાજપના શાસકો સામેલ છે. અમરેલી શહેરની જનતા પાસેથી બેફામ વેરો વસુલ કરતા ભાજપના શાસકો અમરેલી શહેરની જનતાને સુવિધા આપવામાં પાંગળા સાબિત થયા છે, અમરેલી નગરપાલિકાના ભાજપના શાસકો પાસે આજથી ત્રણ વર્ષ પૂર્વે સારી મોટર સાઇકલ પણ નહોતી તેની પાસે આજે લાખો રૂપિયાની કિંમતની ફોર વ્હીલર કાર થઈ ગઈ છે, આ બધા રૂપિયા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરીને મેળવેલા છે.

નગરપાલિકાના ભાજપના શાસકોએ અમરેલી શહેરમાં સારા બ્લોક રોડ હતા તે કાઢીને ફરી પાછા નવા બ્લોક રોડ બનાવીને જુના બ્લોકનું બારોબાર વેચાણ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે, અમરેલી શહેરમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન તથા જાહેર રસ્તાની સફાઈના મહિને કરોડો રૂપિયાના ખોટા બિલ મૂકીને એજન્સી સાથે મિલી ભગત કરીને ભાજપના શાસકોએ અમરેલી શહેરની જનતાને ચુનો લગાડવાનું કામ કર્યું છે, અમરેલી શહેરની ભૂગર્ભ ગટર અવાર- નવાર ઉભરાતા જોવા મળે છે જેની સાફ-સફાઈ તથા મેન્ટેનન્સ પાછળ મહિને લાખો રૂપિયાના બિલ ભાજપના શાસકો દ્વારા મૂકીને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, આમ અમરેલી નગરપાલિકાને ભાજપના શાસકોએ ભ્રષ્ટાચારનો અખાડો બનાવી દીધો છે.

Related Posts