જયારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે ત્યાર થી જ ભ્રષ્ટ્રાચારનો પર્યાય બની ગઈ છે, ભાજપના રાજમાં કોઈપણ નું ભવિષ્ય સલામત નથી ખેડુત હોય, ગરીબ હોય કે શિક્ષિત યુવાન હોય આ બધાના ભવિષ્ય સાથે છેડછાડ કરવાનું કામ ભાજપના ભ્રષ્ટ નેતાઓ કરી રહયા છે, ભાજપના નેતાઓ પોતાના ખીચ્ચા ભરવા માટે અને પોતાના મળતીયાઓને લાભ પહોચાડવા માટે ગુજરાતની આમ જનતા સાથે છેતરપીંડીની રમત રમી રહી છે.
ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોનું સ્વપ્ન રોળવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, ગુજરાતના લાખો બેરોજગાર શિક્ષિત યુવાનો પોતાના ઉજળા ભવિષ્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તન તોડ મહેનત કરીને મહીનાઓ સુધી કષ્ટ વેઠીને તૈયારી કરતા હોય છે, અંતે નિર્ણાયક સમયે જયારે પરીક્ષા દેવાનો સમય આવે ત્યારે ભાજપના ભ્રષ્ટ નેતાઓના પાપે પરીક્ષાના પેપરો ફુટી જતા હોય છે, અને આવા યુવાનોનું સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન ચકનાચુર થઈ જાય છે, અને હતાશામાં યુવાનો ધકેલાય જાય છે વારંમવાર આવુ થવાથી યુવાનોનું મનોબળ તુટી જાય છે.
ભાજપના રાજમાં અત્યાર સુધીમાં મુખ્ય સેવીકા પેપર, તલાટી પેપર, ટેટ પેપર, ટાટ પેપર, નાયબ ચીટનીશ પેપર, વન રક્ષક પેપર, કોન્સ્ટેબલ પેપર, સચિવાલય ક્લાર્ક પેપર, સબ ઓડીટર પેપર,હેડ ક્લાર્ક , વન રક્ષક અને છેલ્લે જુનીયર ક્લાર્ક પેપર ફુટવાની ઘટના બની છે. જે સાબિત કરે છે કે ભાજપના નેતાઓને ગુજરાતના યુવાનોના ભવિષ્યની કોઈ જ પ્રકારની ગંભીર ચિંતા નથી.માટે જ આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જો ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ કરવાનું બંધ નહી કરે તો આવનાર વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચુંટણીમાં ગુજરાતના યુવાનો ભાજપને ગુજરાત માંથી જડમુળ માંથી ઉખેડીને ફેકી દેશે અને તેનું નામ નિશાન પણ મીટાવી દેશે.
Recent Comments