fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાણવડ ન.પાલિકા ગુમાવતા ભાજપે ૮ અસંતુષ્ટ સભ્યોને સસ્પેન્ડ કર્યા

સૌરાષ્ટ્રની ભાણવડ નગરપાલિકામાં ભાજપના ૮ સભ્યો પાસે બળવો કરાવીને કોંગ્રેસે સત્તામાંથી દૂર કરીને ભાજપનું નાક વાઢી લીધું છે. ભાજપ શાસિત ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બુધવારે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના અસંતુષ્ટોના ટેકાથી આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને હોદા પરથી દૂર થતાં ભાજપ પાસેથી સતા ઝૂંટવાઇ ગઈ છે. આ ઘટનાના કારણે ભાજપની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે ૮ અસંતુષ્ટ સભ્યોને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપે મધુબેન કાનજીભાઇ વાઘેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષભાઇ કણઝારિયા, જીજ્ઞાબેન હીતેશભાઇ જાેશી, કિશોરભાઇ નરશીભાઇ ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

ભાણવડ નગરપાલિકામાં ભાજપના ૧૬ અને કોંગ્રેસના ૮ સભ્ય છે. ભાણવડ પાલિકામાં ભાજપની બહુમતી હોવાથી ગોદાવરીબેન જમનાભાઈ કણઝારિયા પ્રમુખ તથા નરેન્દ્રસિંહ ભાટાણી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. કારોબારી ચેરમેન પદે ભાલચંદ્ર ભટ્ટની વરણીના મુદ્દે છેલ્લા ઘણાં સમયથી ભાજપમાં ગજગ્રાહ ચાલતો હતો.

Follow Me:

Related Posts