ભારતના પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયેલા પડોશી દેશોના નેતાઓના સન્માનમાં ભારતના રાષ્ટ્રપતિએ ભોજન સમારંભનું આયોજન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ ભારતના પ્રધાનમંત્રીના શપથવિધિ સમારોહમાં ભાગ લેનારા પડોશી દેશોના નેતાઓના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે (૯ જૂન, ૨૦૨૪) ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.ભોજન સમારંભમાં હાજરી આપનારા નેતાઓમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના પ્રમુખ મહામહિમ મોહમ્મદ મુઇઝુ; સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ મહામહિમ અહેમદ અફીફ; બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના; મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિંદ કુમાર જુગનાથ અને શ્રીમતી કોબીતા જુગનાથ; નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ પુષ્પ કમલ દહલ પ્રચંડ; અને ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શેરિંગ તોબગેનો સમાવેશ થાય છે.
નેતાઓને આવકારતા રાષ્ટ્રપતિએ નવી સરકારના શપથવિધિ સમારંભ માટેના આમંત્રણનો સ્વીકાર કરવા, અને લોકશાહીની આ ઉજવણીમાં ભારત સાથે જોડાવા માટે તેમનો આભાર માન્યો હતો.તેમણે નોંધ્યું હતું કે, આ પ્રસંગે તેમની હાજરી ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની કેન્દ્રીયતા અને હિંદ મહાસાગર ક્ષેત્ર માટેનાં આપણા સાગર વિઝનનો વધુ એક પુરાવો છે. એકબીજાની પ્રગતિ અને સુખાકારીમાં હિતધારકો તરીકે અમે અમારા નજીકના મિત્રો અને પડોશીઓ પર ભરોસો રાખીએ છીએ કે તેઓ અમારા પ્રદેશમાં અને તેનાથી આગળ શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા આપણી સાથે કામ કરે.રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સફળતાની શુભેચ્છા પણ પાઠવી હતી, કારણ કે તેમણે આપણા લોકોની સેવામાં તેમની ઉચ્ચ જવાબદારી અદા કરી હતી.
Recent Comments