fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભારતીય કિસાન સંઘના આગેવાનો ફળદુના ઘરે પહોંચે તે પહેલાં પોલીસે અટકાયત કરી

રાસાયણિક ખાતરમાં કરવામાં આવેલા ભાવવધારાને લઈને તેમજ જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવા બાબતે રજુઆત કરવા રાજકોટમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો કૃષિમંત્રી આર.સી.ફળદુના ઘરે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કિસાન સંઘે કૃષીમંત્રીને ટેલિફોનિક રજુઆત કરવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ યોગ્ય જવાબ ન મળતા મોટી સંખ્યામાં કાર્યકરો કૃષિમંત્રીના ઘરે પહોંચ્યા હતા.

હાલ ગામડાઓમાં કોરોનાને લઈને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને કોરોનાને લઈને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમાં હવે ખાતરમાં કરેલો ભાવવધારો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન છે. જે તાત્કાલિક પાછો ખેંચવા અને જુના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ કરવાની માગ ઉઠી છે. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા દ્વારા કૃષિમંત્રીને આ બાબતે ટેલિફોનિક રજૂઆત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતાં અંતે કિસાન સંઘના આગેવાનો આર.સી.ફળદુના ઘરે જ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં પોલીસ દ્વારા કિસાન સંઘના તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts