ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બીજી ર્ંડ્ઢૈં મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમના હાથે ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ૧૫ ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં કેપ્ટન મિતાલી રાજ (૬૬ અણનમ) અને વિકેટકીપર રિચા ઘોષ (૬૫)ની ઈનિંગના કારણે ભારતે છ વિકેટે ૨૭૦ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે એમિલિયા કેરના અણનમ ૧૧૯ રનના કારણે એક ઓવર બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ભારતીય બોલરોમાં દીપ્તિ શર્મા સૌથી સફળ રહી, જેણે ૫૨ રનમાં ચાર વિકેટ લીધી. પરંતુ તે હાર ટાળી શકી ન હતી. યજમાનોએ સાત વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની સરસાઈ મેળવી લીધી છે. મેચમાં ભારત અનુભવી બોલર ઝુલન ગોસ્વામીની બોલિંગની કમી વર્તાઇ હતી. આ મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ નબળું જણાતું હતું. પૂજા વસ્ત્રાકર અને નવોદિત સિમરન બહાદુરની ઓવરમાં ઘણા રન ગયા. ભારત માટે આ મેચમાં તમામ વિકેટ સ્પિનરોએ લીધી હતી. દીપ્તિ ઉપરાંત પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ અને હરમનપ્રીત કૌરને એક-એક વિકેટ મળી હતી. ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાનાનું નામ આ મેચ માટે પણ નહોતું. તે હજુ પણ ક્વોરેન્ટાઈનમાં છે. મેચમાં ભારતે સારી શરૂઆત કરી હતી. શેફાલી વર્મા (૨૪) અને સાભિને મેઘના (૪૯)એ પ્રથમ વિકેટ માટે ૬૧ રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. યસ્તિકા ભાટિયા (૩૧)એ પણ ઝડપી રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન મિતાલી (૬૬) અને રિચા ઘોષ (૬૫)એ અડધી સદી ફટકારી હતી. મિતાલીની આ સતત બીજી અડધી સદી હતી.
જાે કે તેની બેટિંગમાં ફરી ઝડપનો અભાવ જાેવા મળ્યો હતો. તેણે ૮૧ બોલ રમ્યા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. તે છેલ્લી ૧૦ ઓવરમાં માત્ર એક જ બાઉન્ડ્રી ફટકારી શકી હતી. દરમિયાન રિચાએ ઝડપી રન બનાવ્યા અને ૬૪ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે શાનદાર અડધી સદી ફટકારી. મિતાલી અને રિચાએ પાંચમી વિકેટ માટે ૧૭.૪ ઓવરમાં ૧૦૮ રનની ભાગીદારી કરી હતી. અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું અને તે માત્ર ૧૦ રન જ બનાવી શકી. લક્ષ્યનો પીછો કરતા યજમાન ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. તેની ત્રણ વિકેટ નવમી ઓવરમાં ૫૫ રનમાં પડી ગઈ હતી. ભારતે સોફી ડિવાઇન (૩૩), સુઝી બેટ્સ (૧૬) અને કેપ્ટન એમી સુધરવેટ (૦)ની વિકેટ ઝડપી હતી. પરંતુ એમિલિયા કેર અને મેડી ગ્રીન (૫૨)એ ટૂંક સમયમાં જ ભારતની પકડ ઢીલી કરી દીધી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૧૨૮ રનની ભાગીદારી કરી હતી. બંનેને ભારતની નબળી બોલિંગ અને ફિલ્ડિંગનો ફાયદો પણ મળ્યો. જ્યારે ગ્રીન ૨૩ રન પર હતો ત્યારે તાનિયા ભાટિયાએ તેનો કેચ છોડ્યો હતો. તે જ સમયે, ભારતીય ખેલાડીઓ એમિલિયા કેરના ઘણા મુશ્કેલ કેચ પકડી શક્યા ન હતા. એમિલિયા કેર ૧૩૫માં ૧૧૯ રન બનાવીને અણનમ રહી હતી. તેણે સાત ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે બહેન જેસ કેર સાથે મેચ પૂરી કરી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફરી હારી

Recent Comments