અમરેલી

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૩ એપ્રિલે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી, તા.૧૬ એપ્રિલ, ૨૦૨૫ (બુધવાર) અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે રાજ્યના અગ્રગણ્ય એકમો માટે મશીન ઓપરેટર, આસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ), બ્રાંચ મેનેજર (માર્કેટિંગ), એજન્ટ, ટ્રેઈની તેમજ ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરુપ ધોરણ ૭ થી ધો.૧૦ પાસ, ધો.૧૨, આઈ.ટી.આઈ., સ્નાતક, ડિપ્લોમા મિકેનિકલની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ડુંગર રોડ, રાજુલા ખાતે તા.૨૩ એપ્રિલ, ૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાનાર આ ભરતીમેળામાં આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું.

અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ

Related Posts