fbpx
રાષ્ટ્રીય

ભારતીય રિઝર્વ બેંકએ બજાજ ફાયનાન્સને તાત્કાલિકપણે આ કામ બંધ કરવા કહ્યું

ડિજિટલ લોનના નિયમોનું પાલન ન કરવા બદલ ઇમ્ૈંએ બજાજ ફાઇનાન્સ પ્રતિબંધ લગાવ્યો
બજાજ ફાઇનાન્સને ‘ીર્ઝ્રંસ્’ અને ‘ૈંહજંટ્ઠ ઈસ્ૈં કાર્ડ’ દ્વારા લોનનું વિતરણ તાત્કાલિક બંધ થતા દેશભરમાં ૪ કરોડથી વધુ ગ્રાહકોને ઝટકો

દેશની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક બજાજ ફાઇનાન્સને ભારતીય રિઝર્વ બેંક (ઇમ્ૈં) દ્વારા સખત ઠપકો આપવામાં આવ્યો છે. તેમજ તેની સામે કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ ક્રમમાં બજાજ ફાઇનાન્સને ‘ીર્ઝ્રંસ્’ અને ‘ૈંહજંટ્ઠ ઈસ્ૈં કાર્ડ’ દ્વારા લોનનું વિતરણ તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સેવાઓ કઈ છે અને ઇમ્ૈંના આ આદેશથી તમને કેવી અસર થશે? સેન્ટ્રલ બેંકે ભારતીય રિઝર્વ બેંક એક્ટની કલમ ૪૫(૧)(હ્વ) હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને બજાજ ફાઇનાન્સને આ આદેશ આપ્યો છે. બજાજ ફાઇનાન્સને ઇમ્ૈંના આ આદેશને ૧૫ નવેમ્બર ૨૦૨૩થી જ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે… આખરે બજાજે કઈ ભૂલ કરી?.. કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું જે વિષે જણાવીએ, ડિજિટલ લોનના નિયમોનું પાલન ન કરવા બદલ ઇમ્ૈંએ બજાજ ફાઇનાન્સ પર આ પ્રતિબંધ લગાવ્યો છે. આરબીઆઈએ સપ્ટેમ્બર ૨૦૨૨માં ડિજિટલ ધિરાણ માટેના નિયમો નક્કી કર્યા હતા.

જેમાં ફાઇનાન્સ કંપનીઓને ‘કી ફેક્ટ સ્ટેટમેન્ટ’ જારી કરવાની સૂચના આપવામાં આવી હતી. ફાઇનાન્સ કંપની ગ્રાહકો પાસેથી કોઈપણ શુલ્ક, લેટ ફી વગેરે વસૂલ કરી શકતી નથી, જેનો આ નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ગ્રાહકોને લોન આપતા પહેલા આ નિયમો તેમની સાથે શેર કરવા મહત્વપૂર્ણ છે… બજાજે કરેલી ભૂલથી તમામ ગ્રાહકો પર શું અસર થશે?.. જે વિષે પણ માહિતી આપી દઈએ.. ઇમ્ૈંએ બજાજ ફાઇનાન્સની ‘ઈ-ર્ઝ્રદ્બ’ અને ‘ૈંહજંટ્ઠ ઈસ્ૈં કાર્ડ’ લોન સેવાઓને તાત્કાલિક બંધ કરવા જણાવ્યું છે. આ બંને સેવાઓનો ઉપયોગ ઈ-કોમર્સ સાઇટ્‌સ અને રિટેલ ચેન પર સરળ હપ્તા પર માલ ખરીદવા માટે થાય છે. આમાં ગ્રાહકોને ‘નો કોસ્ટ ઈસ્ૈં’ પર પ્રોડક્ટ ખરીદવાની સુવિધા મળે છે. તે જ સમયે, લોકોને મહત્તમ ૨ લાખ રૂપિયા સુધીની મર્યાદા અને ૬૦ મહિનાની લોનની ચુકવણીની મુદત મળે છે. હવે આરબીઆઈ દ્વારા સમીક્ષા ન થાય ત્યાં સુધી બજાજ ફાઈનાન્સ આ સેવા શરૂ કરી શકશે નહીં. બજાજ ઇન્સ્ટા ઈસ્ૈં કાર્ડ અથવા ઈસ્ૈં કાર્ડ નેટવર્કના દેશભરમાં ૪.૨ કરોડ ગ્રાહકો છે.

Follow Me:

Related Posts