ભારતીય વાયુસેનામાં અગ્નિવીર (વાયુ) માટે તા. ૬ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે
ભારતીય વાયુસેના દ્વારા માત્ર અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. વિજ્ઞાન વિષયક પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેંટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ૫૦% જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે.
વિજ્ઞાન વિષય સિવાયની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે. ઉમેદવારની જન્મતારીખ તા.૦૨/૦૧/૨૦૦૪ થી તા.૦૨/૦૭/૨૦૦૭ વચ્ચે હોવી જોઈએ. પુરુષ માટે લઘુત્તમ ઉંચાઈ ૧૫૨.૫ સે.મી. સ્ત્રી માટે લઘુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. હોવી જરૂરી. પરીક્ષા ફી રૂ.૫૫૦/- છે. ઓનલાઈન પરીક્ષા તા.૧૭/૦૩/૨૦૨૪ થી શરૂ થશે. અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે તા.૦૬/૦૨/૨૦૨૪ સુધીમાં ઓફીશ્યલ વેબસાઈટ: www.agnipathvayu.cdac.in ની મુલાકાત લેવાની રહેશે.
Recent Comments