ભારતીય શેરબજાર તેજીના લીલા નિશાન પર, Sensex ૬૬૪૩૪ – Nifty ૦.૨૭% તેજી સાથે ખુલ્યો
ન્શ્ને ૧૭% પ્રીમિયમ પર રૂ. ૧૦,૦૦૦-કરોડના શેર બાયબેક માટે બોર્ડની મંજૂરી મળી, આ આઈપીઓ પણ આજથી ખુલી ગયો જલ્દી ભરી દેજાે બે દિવસ માટે જ છે આઈપીઓ
મંગળવારે ફ્લેટ ક્લોઝિંગ બાદ આજે બુધવારે ૨૬ જુલાઈ ૨૦૨૩ ના રોજ શેરબજારની શરૂઆત લીલા નિશાન ઉપર થઇ છે. જાેકે તેજી ખુબ સામાન્ય નજરે પડી રહી છે. આજે સેન્સેક્સ ૭૯.૦૧ પોઇન્ટ મુજબ ૦.૧૨% વધારા સાથે ૬૬,૪૩૪.૭૨ ઉપર ખુલ્યો છે તો નિફટીએ પણ ૫૩ અંકની તેજી સાથે ૧૯,૭૩૩.૩૫ ઉપર કારોબારનો પ્રારંભ કર્યો છે. છેલ્લા કેટલાક સત્રથી રોકાણકારો વેચાણ રહ્યા છે. જેના કારણે મંગળવારે કારોબારના અંતે મ્જીઈ સેન્સેક્સ ૨૯ પોઈન્ટ ઘટીને ૬૬,૩૫૫ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૮ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૧૯,૬૮૦ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) એ જાન્યુઆરી-માર્ચ માટેના બ્લોઆઉટ ગ્રોથ નંબરને કારણે ૨૦૨૩-૨૪ માટે ભારત માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન ૫.૯ ટકાથી વધારીને ૬.૧ ટકા કર્યું છે.
દેશની અગ્રણી લાર્સન એન્ડ ટુબ્રો (ન્શ્) રૂપિયા ૧૦ હજાર કરોડના શેર બાયબેક કરશે જે શેરધારકોને મૂડીનું પ્રથમ વળતર આપશે. કંપનીના બોર્ડે ૩.૩૩ કરોડ શેર બાયબેક કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જે કુલ પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના ૨.૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, મહત્તમ રૂ. ૩,૦૦૦ના ભાવે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આ ઓફર રૂ. ૨,૫૬૧.૯૫ની ૨૫ જુલાઈની બંધ કિંમતના ૧૭ ટકાથી વધુ પ્રીમિયમનું પ્રતિનિધિત્વ કરે છે. બાયબેક શેરધારકોની મંજૂરીસાથે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની મંજૂરીને આધીન છે.
ડૉલર ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ૦.૦૭ ટકા વધીને ૧૦૧.૪૨ પર ટ્રેડ થયો હતો જ્યારે એક ડૉલરનું મૂલ્ય ૮૧.૮૬ રૂપિયાની નજીક હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) એ રૂ. ૧,૦૮૮.૭૬ કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંૈં) એ ૨૫ જુલાઈના રોજ રૂ. ૩૩૩.૭૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ)ના કામચલાઉ ડેટા દર્શાવે છે. યથાર્થ હોસ્પિટલનો પણ ૈંર્ઁં ખુલ્યો, આજથી ૨૮મી જુલાઈ સુધી ખુલ્લો રહેશે.. પ્રાઇસ બેન્ડઃ ?૨૮૫-૩૦૦/શેર.. લોટ સાઈઝઃ ૫૦ શેર.. ન્યૂનતમ રોકાણઃ ?૧૫૦૦૦ સુધીનું રખાયું છે.
Recent Comments