ભારતીય સેનાની તાકાતમાં વધારો, એલઓસી પર તૈનાત જવાનોને સ્નાઇપર રાઇફલ આપવામાં આવી
દુશ્મન સાથે મુકાબલો કરવા માટે જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા (એલઓસી)માં તૈનાત ભારતીય સેના પહેલા કરતા વધુ મજબૂત બની ગઇ છે. એલઓસીમાં તૈનાત સૈનિકોને ફિનલેન્ડથી મંગાવવામાં આવેલી નવી સ્નાઇપર રાઇફલ આપવામાં આવી છે. સેનાના એક સીનિયર અધિકારીએ જણાવ્યુ કે નવી સ્નાઇપર રાઇફલ્સને સેનામાં સામેલ કરવામાં આવી છે. તે હવે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાકો 338 ટીઆરજી-42 સ્નાઇપર (Sako TRG 42 rifles) રાઇફલ છે.
વધુ જાણકારી આપતા સેનાના અધિકારીએ કહ્યુ કે સાકો 338 ટીઆરજી-42 સ્નાઇપર રાઇફલ્સની સારી રેંજ મારક ક્ષમતા અને ટેલીસ્કોપિક છે, તેમણે કહ્યુ કે નિયંત્રણ રેખા પર સ્નાઇપર્સને નવી રાઇફલો પર ટ્રેઇન કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યુ કે આ પગલુ નિયંત્રણ રેખા પર પરિચાલનની ગતિશીલતામાં બદલાવ વચ્ચે સ્નાઇપર્સને વધુ ઘાતક બનાવવા માટે છે. સાથે જ કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં એલઓસી સાથે આગળના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકો માટે સ્નાઇપિંગ એક મોટો પડકાર રહ્યો છે.
2018 અને 2019 વચ્ચે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે ટકરાવ વધવાની સાથે જ ઘટનાની સંખ્યામાં અચાનક વધારો થયો છે, જેનાથી સશસ્ત્ર દળોને સારા સ્નાઇપર રાઇફલને સામેલ કરવા અને આ રીતના હુમલા વિરૂદ્ધ પોતાના સ્નાઇપર્સને ટ્રેઇન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.
સાકો ટીઆરજી-42 (Sako TRG-42)સ્નાઇપર રાઇફલ એક બોલ્ટ-એક્શન સ્નાઇપર રાઇફલ છે, જેને ફિનિશ બંદૂક બનાવતી કંપની સાકો દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. રાઇફલને શક્તિશાળી 338 લાપુઆ મેગ્નમ આકારની કારતૂસોને ફાયર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે વગર દારૂગોળાના 6.55 કિલોગ્રામ વજન ધરાવતી સ્નાઇપર રાઇફલની પ્રભાવી રેન્જ 1,500 મીટર છે. આ રાઇફલ વિશ્વભરમાં સૌથી સચોટ અને વિશ્વાસપાત્ર હથિયારમાંથી એક માનવામાં આવે છે.
Recent Comments