ભારતીય સૈન્યમાં વિવિધ ટ્રેડમાં ‘અગ્નિવીર’ની ભરતી અંગે માર્ગદર્શન વેબિનાર યોજાયો
અમરેલી જિલ્લાના ખમીરવંતા યુવાનોને ભારતીય સૈન્યમાં ‘અગ્નિવીર’ તરીકે કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા ઉમદા હેતુસર જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા ગુગલ મીટના માધ્યમ મારફત તાજેતરમાં માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વેબિનારમાં જિલ્લાના ૪૦ થી વધુ ઉત્સાહી યુવાઓએ માર્ગદર્શનનો લાભ લીધો હતો. આ વેબિનારમાં યુવાઓને અગ્નિવીરની ભરતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત શારીરિક અને માનસિક પરીક્ષાને લઇને પણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
Recent Comments