રાષ્ટ્રીય

ભારત આવતા વર્ષે વિશ્વને ૫૦૦ કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરશે :મોદી

ગ્લોબલ ફાઈનાન્સિયલ આર્કિટેક્ચરને વધુ ‘કટ્ઠૈિ’ બનાવવા માટે ૧૫ ટકા, મિનિમમ કોર્પોરેટ ટેક્સ રેટ, એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. ખુદ ૨૦૧૪માં ય્૨૦ની બેઠકમાં તેનું સૂચન કર્યુ હતું. હું ય્૨૦નો આભાર માનું છું કે તેણે આ દિશામાં નક્કર પ્રગતિ કરી છે. આર્થિક રિકવરી માટે આંતરરાષ્ટ્રીય અવરજવર વધારવી આવશ્યક છે. આ માટે આપણે અલગ-અલગ દેશોના વેક્સીન સર્ટિફિકેટ્‌સની પરસ્પર માન્યતા સુનિશ્ચિત કરવાની રહેશે. ઁસ્ મોદીએ કહ્યું કે, ભારત પોતાના વૈશ્વિક દાયિત્વોને લઈને હંમેશા ગંભીર રહ્યું છે. હું આજે ય્૨૦ના આ મંચ પર, આપ સૌને એ જણાવવા માગું છું કે ભારતની તૈયારી, આગામી વર્ષે વિશ્વ માટે ૫ બિલિયન વેક્સીન ડોઝથી પણ વધુના ઉત્પાદનની કરી છે. ભારતના આ કમિટમેન્ટથી કોરોનાના વૈશ્વિક સંક્રમણને રોકવામાં ખૂબ મોટી મદદ મળશે. આથી, એ આવશ્યક છે કે ઉૐર્ં દ્વારા ભારતીય રસીઓને ત્વરિત માન્યતા આપવામાં આવે.ય્૨૦ શિખર મંત્રણાના સત્રમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા અને વૈશ્વિક આરોગ્ય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા અમે ર્ંહી ઈટ્ઠિંર- ર્ંહી ૐીટ્ઠઙ્મંરનું વિઝન વિશ્વ સમક્ષ રાખ્યું છે. ભવિષ્યમાં આવા કોઈપણ સંકટનો સામનો કરવા માટે, આ વિઝન વિશ્વની ખૂબ મોટી તાકાત બની શકે છે. ફાર્મસી ઓફ ધ વર્લ્‌ડની ભૂમિકા નિભાવતા, ભારતે ૧૫૦થી વઝુ દેશોને દવાઓ પહોંચાડી. તેની સાથે-સાથે અમે વેક્સીન રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ વધારવામાં પણ પોતાની પૂરેપૂરી તાકાત લગાવી દીધી. તેમણે કહ્યું કે, ખૂબ ઓછા સમયમાં, અમે ભારતમાં એક બિલિયનથી વધુ વેક્સીન ડોઝ લગાવી ચૂક્યા છીએ. દુનિયાની ર્હી જૈટંર વસતીમાં સંક્રમણને નિયંત્રિત કરીને ભારતે વિશ્વને પણ સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે અને વાયરસના વધુ મ્યુટેશનની સંભાવનાને પણ ઓછી કરી છે. આ મહામારીએ સમગ્ર દુનિયાને વિશ્વસનીય સપ્લાઈ ચેઈનની આવશ્યકતા પ્રત્યે સતર્ક કરી છે. આ સ્થિતિમાં ભારત, એક વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરી આવ્યું છે. ઁસ્એ કહ્યું કે, ભારતે ર્હ્વઙ્મઙ્ઘ ીર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ર્િીકદ્બિજને નવી ગતિ આપી છે. અમે કોસ્ટ ઓફ ડૂઈંગ બિઝનેસને ખૂબ ઓછી કરી છે અને દરેક સ્તરે ઈનોવેશન વધાર્યુ છે. હું ય્૨૦ દેશોને આમંત્રિત કરું છું કે પોતાની ઈકોનોમિક રિકવરી અને સપ્લાઈ ચેઈન વૈવિધ્યકરણમાં ભારતને પોતાનું વિશ્વસનીય સહભાગી બનાવે. સંભવતઃ જીવનનું કોઈ પાસુ એવું નથી કે જેમાં કોવિડના કારણે ખલેલ ન પહોંચી હોય. એવી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતના ૈં્‌-મ્ર્ઁં સેક્ટરે એક સેકન્ડનો પણ અવરોધ આવવા ન દીધો, રાઉન્ડ ધ ક્લોક કામ કરીને સમગ્ર વિશ્વને સપોર્ટ કર્યો. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે, જ્યારે મુલાકાતો દરમિયાન આપ જેવા નેતા, તેની પ્રશંસા કરે છે કે ભારતે કઈ રીતે એક વિશ્વસનીય પાર્ટનરની ભૂમિકા નિભાવી છે. આ આપણી યુવા પેઢીને પણ નવા ઉત્સાહથી ભરપૂર કરે છે અને આ એટલા માટે થયું, કેમકે ભારતે કોઈ સમય ગુમાવ્યા વિના, વર્ક ફ્રોમ એનીવ્હેર સાથે સંકળાયેલા અભૂતપૂર્વ સુધારા કર્યા.

Related Posts