ભારે વરસાદ બાદ ત્રિપુરામાં તબાહી, ૨૨ લોકોના મોત થયા
દેશભરમાં ચોમાસાએ જમાવટ કરી છે. જાે કે રાજ્યોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ત્રિપુરામાં પણ કઇક એવી જ સ્થિતિ છે. ભારે વરસાદને કારણે ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગુમ થયા છે. તંત્રના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં ૪૫૦ રાહત શિબિરોમાં ૬૫,૪૦૦ લોકોએ આશ્રય લીધો છે કારણ કે ભારે વરસાદને કારણે તેમના ઘરોને નુકસાન થયું છે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું છે કે સંતીરબજારના અશ્વની ત્રિપુરા પરા અને દેબીપુરમાં ભૂસ્ખલન બાદ દસ લોકો કાટમાફ્ર નીચે દટાયા છે. તેમણે કહ્યું કે હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ ન ભરી શકાય તેવી ખોટ છે. રાજ્ય સરકારે દરેક મૃતકોના પરિવારને ૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
અગાઉ, મહેસૂલ વિભાગના સચિવ બ્રિજેશ પાંડેએ કહ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે ૧૨ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને બે લોકો લાપતા છે. પ્રારંભિક અહેવાલો ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ પાકો તેમજ ઘરો અને પશુધનને મોટા પ્રમાણમાં નુકસાન સૂચવે છે. મહેસૂલ વિભાગના સચિવ બ્રિજેશ પાંડેએ જણાવ્યું હતું કે ૨,૦૩૨ સ્થફ્રોએ ભૂસ્ખલન નોંધાયું હતું, જેમાંથી ૧,૭૮૯ સ્થફ્રોને સાફ કરવામાં આવ્યા છે,
જ્યારે અન્ય સ્થફ્રોએ પુનઃસંગ્રહનું કામ ચાલી રહ્યું છે. આસામ રાઈફલ્સે જણાવ્યું કે રાજ્યભરમાંથી ૭૫૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થફ્રે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આસામ રાઈફલ્સની રાઈફલ મહિલાઓ ત્રિપુરામાં રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ ગોમતી અને દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં ફસાયેલા લોકોને બચાવવા માટે બે હેલિકોપ્ટર પ્રદાન કર્યા છે. આસામ રાઈફલ્સે જણાવ્યું કે રાજ્યભરમાંથી ૭૫૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થફ્રે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આસામ રાઈફલ્સની રાઈફલ મહિલાઓ ત્રિપુરામાં રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે. પૂર્વ કંચનબારી, કુમારઘાટ, ઉનાકોટી જિલ્લા, ગોમતી જિલ્લાના અમરપુર, બિશાલગઢ, સિપાહીજાલા અને ત્રિપુરા પશ્ચિમ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ચાર બચાવ ટીમો મોકલવામાં આવી છે.
Recent Comments