ભાવનગર

ભાવનગરના ટીંબી પાસે કાર અકસ્માતમાં કોળી સેનાના યુવા પ્રમુખનું મોત

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ પાસે આજે કાર અકસ્માતની ઘટનામાં કોળી સેનાના ભાવનગર જિલ્લા યુવા પ્રમુખનું મોત થતા કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા. આ બનાવના પગલે કોળી સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લા કોળી સેનાના યુવા પ્રમુખ રાકેશભાઈ બારૈયા આજરોજ ઉમરાળા તાલુકાના ટીંબી ગામ પાસે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં આવેલ તળાવમાં ખાબકી હતી.

અકસ્માતની આ ઘટનામાં રાકેશભાઈ બારૈયાને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા કોળી સમાજના જિલ્લા પ્રમુખ આણંદભાઈ ડાભી, કાળુભાઈ જાંબુચા સહિતના આગેવાનો તેમજ ટીંબી, ઉપરાંત જિલ્લાઓમાંથી કોળી સમાજના આગેવાનો ઉમરાળા ખાતે કોળી સમાજના આગેવાનો ટીંબી દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. કોળી સેનાના યુવા પ્રમુખનું અકસ્માતમાં મૃત્યુ થતા કોળી સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related Posts