fbpx
ભાવનગર

ભાવનગરની નિલમબાગ પોલીસે ફાઇનાન્સ કંપનીની ઓફીસમાં ચોરી કરનાર શખ્સને દબોચ્યો

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તન્ના ટ્રાવેલ્સની ઉપર એરીસ્ટો કોમ્પ્લેક્ષમાં સી.જે. ફાઇનાન્સમાં થયેલી રોકડ રૂપિયાની ચોરી કરનાર શખ્સને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે નિલમબાગ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરના એરીસ્ટો કોમ્પ્લેક્ષમાં સી.જે. ફાઇનાન્સ ઓફિસના તાડા તોડી તેમજ ઓફિસની અંદર ચેમ્બર તોડી ટેબલના ખાનામાં રાખેલા કંપનીના કલેક્શનના રૂપિયા ૯૨ હજાર કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનોં નોંધાયો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આઘારે સહદેવ ઉફૈ કાનો નાથાભાઇ ચુડાસમાને ચોરી કરેલા રોકડા રૂપિયા, મોબાઈલ તથા મોટર સાયકલ મળી કુલ રૂ.૧ લાખ ૧૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts