પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્ર

પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં લાભ લેતાં ભાવિક યાત્રિકોશ્રી બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદલાભપ્રયાગરાજ શુક્રવાર તા.૧૭-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા)તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળામાં બાપા સીતારામ અન્નક્ષેત્રનો મોટી સંખ્યામાં ભાવિક યાત્રિકો લાભ લેતાં રહ્યાં છે. શ્રી બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે સ્વયંસેવક પરિવાર દ્વારા સાધુ, સંતો અને શ્રદ્ધાળુઓને પ્રસાદલાભ મળી રહ્યો છે.શ્રી બજરંગદાસબાપુનાં સ્મરણ સાથે અને શ્રી ગુરૂઆશ્રમ બગદાણાનાં વડા રહેલાં દિવંગત શ્રી મનજીબાપાની પ્રેરણા સાથે સુરતનાં સ્વયંસેવક પરિવાર દ્વારા સેવાભાવ સાથે પ્રસાદલાભ હેતુ આયોજન કરવામાં આવેલ છે.બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ ખાલસા ગુજરાત દ્વારા પ્રયાગરાજમાં ચાલી રહેલાં વિશ્વનાં વિરાટ મહાકુંભમેળામાં ઉમટી રહેલાં સૌરાષ્ટ્ર ગુજરાત સહિત સર્વત્રથી આવતાં સાધુ, સંતો અને યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતવર્ષનાં પ્રયાગરાજ સહિત હરિદ્વાર, ઉજ્જૈન તથા નાસિક ત્રંબક ક્ષેત્રમાં યોજાતાં કુંભમેળામાં પણ આ સ્વયંસેવક પરિવારનાં કાર્યકર્તાઓ ભાવ અને આસ્થા સાથે બાપા સીતારામ અન્નક્ષેત્રનું સંચાલન કરતાં રહ્યાં છે.
Recent Comments